ખેડૂતોના પ્રશ્ને આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત
નિરાકરણ નહી આવે તો ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતના ખેડૂતો હાલ દેવા, પાણીની અછત, ઘાસચારાની અછત જેવી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સાથે જ ભાગ્યાઓ અને ખેત મજૂરોની આર્થિક સ્થિતિ પણ નબળી બની છે. આ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદન પાઠવી માંગણીઓનો નિકાલ કરવા માંગણી કરી છે.
તમામ માંગણીઓનો તાત્કાલિક સ્વીકાર કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અન્યથા ખેડૂતોને સાથે રાખીને લોકશાહી ઢબે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી આપ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
મુખ્ય માંગણીઓ
૧. ગુજરાતના ખેડૂતોનું દેવુ માફ કરવામાં આવે
૨. ખેડૂતોને ૧૭,૦૦૦ કરતા પૂરતી આર્થિક સહાય આપવામાં આવે
- દર બે-ત્રણ ગામ વચ્ચે ઘાસના ડેપો શરૂ કરી પૂરતું ઘાસ આપવામાં આવે
૪. સૌની યોજના અંતર્ગત શિયાળુ પાક માટે સિંચાઇનું પૂરતું પાણી આપવામાં આવે
૫. ભાગ્યાઓ અને ખેત મજૂરો માટે વિશેષ આર્થિક સહાય જાહેર કરવામાં આવે


