થેલેસેમિયા પીડિત બાળકો અને વાલીઓ માટે તા.29મીએ મેગા મેડિકલ માર્ગદર્શન કેમ્પ યોજાશે
સદગુરુ કલ્યાણ ફાઉન્ડેશન તેમજ વિવેકાનંદ યુથ ક્લબના સંયુક્ત ઉપક્રમે રાજકોટ ખાતે આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
જાણીતી સેવા સંસ્થા સદગુરુ લોકકલ્યાણ ફાઉન્ડેશન અને વિવેકાનંદ યુથ ક્લબના સંયુક્ત ઉપક્રમે રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર-ગુજરાતના થેલેસેમીયા પીડિત બાળકો અને વાલીઓ માટે થેલેસેમીયા સારવારમાં પ્રગતિ, જીવનની આશા એ શીર્ષક હેઠળ મેગા મેડિકલ માર્ગદર્શન કેમ્પનું આયોજન તા. 29/11/2026, રવિવાર ના રોજ સમય સવારે 09:00 કલાકેથી સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટના આંગણે 3-જનકલ્યાણ સોસાયટી, એસ્ટ્રોન ચોક પાસે, રાજકોટ ખાતે જનકલ્યાણ સોસાયટીના વાતાનુકુલિત હોલમાં કરવામાં આવેલ છે.
હેમેટોલોજી અને થેલેસેમિયા ક્ષેત્રના ભારતના સર્વશ્રેષ્ઠ વૈશ્વિક ખ્યાતી પ્રાપ્ત તબીબી નિષ્ણાત ડો. એમ. બી. અગ્રવાલ વાત કરીએ તો મુંબઈના જાણીતા હેમેટોલોજિસ્ટ અને હેમેટો-ઓન્કોલોજિસ્ટ ડો. મોહન બી. અગ્રવાલ ભારતના રક્તરોગ નિદાન, સારવાર, સંશોધન અને તબીબી શિક્ષણ ક્ષેત્રે લાંબા સમયથી મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તેઓ બોમ્બે હોસ્પિટલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસમાં હેમેટોલોજી વિભાગના પ્રોફેસર અને વડા તરીકે કાર્યરત છે. આ ઉપરાંત મુંબઈની હિન્દુજા હોસ્પિટલ, લીલાવતી હોસ્પિટલ અને બ્રિચ કેન્ડી હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.
મેગા મેડિકલ માર્ગદર્શન કેમ્પનું રીમોટથી ઉદઘાટન જાહેરજીવનના શ્રેષ્ઠીઓ દ્વારા કરવામાં આવશે તેમજ કાર્યક્રમમાં આવનાર તમામ લોકોનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવશે. કાર્યક્રમમાં રાજકોટ શહેરમાં થેલેસેમીયા પ્રવૃતિમાં તન મન ધનથી સહાયરૂપ થતા દાતાઓ, બ્લડબેંકો, રક્તદાતાઓ, ડોક્ટરો,સંસ્થાઓનું સન્માન કરવામાં આવશે.
સમગ્ર આયોજનની સફળતા માટે સદગુરૂ લોકકલ્યાણ ફાઉન્ડેશનના રાજુભાઈ પોબારૂ, ડો.જનકભાઈ ઠક્કર, ડો.નિશાંત ચોટાઇ, ઉમેશભાઈ નંદાણી, કિશોરભાઈ કોટક, જીતુલભાઈ કોટેચા, પ્રદીપભાઈ જોબનપુત્રા, હિરેનભાઇ ખખ્ખર તેમજ વિવેકાનંદ યુથ ક્લબના અનુપમ દોશી, મિતલ ખેતાણી, ડો.રવિ ધાનાણી સહિતના શ્રેષ્ઠીઓ કાર્યરત છે. કાર્યક્રમ અંગેની વિશેષ માહિતી માટે અનુપમભાઈ દોશી (મો. 9428233796), મિતલભાઈ ખેતાણી (મો. 9824221999), જીતુલભાઈ કોટેચા (મો. 9374154000) ડો. રવિ ધાનાણી (મો. 7016953351) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


