By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    3 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 week ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: આઠ સ્થળોએ હંગામી ફાયર સ્ટેશનો ઉભા કરાયા, કર્મચારીઓની રજા કેન્સલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

આઠ સ્થળોએ હંગામી ફાયર સ્ટેશનો ઉભા કરાયા, કર્મચારીઓની રજા કેન્સલ

Editor
Last updated: 2026/11/05 at 3:12 PM
1 hour ago
Share
આઠ સ્થળોએ હંગામી ફાયર સ્ટેશનો ઉભા કરાયા, કર્મચારીઓની રજા કેન્સલ
SHARE

આઠ સ્થળોએ હંગામી ફાયર સ્ટેશનો ઉભા કરાયા, કર્મચારીઓની રજા કેન્સલ

નવા વર્ષ સુધી ૧૬૦ ફાયર જવાનો દિવસ-રાત ફરજ નિભાવશે

અગ્ર ગુજરાત, રાજકોટ

દીવાળીના તહેવારોમાં ફટાકડા ફોડતી વખતે કે અન્ય કારણોસર આગ લાગવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દીવાળીના આગલા દિવસથી લઈને બેસતા વર્ષની સવાર સુધી સમગ્ર શહેરમાં કાયમી ફાયર સ્ટેશનો ઉપરાંત વધારાના 8 સ્થળોએ હંગામી ફાયર સ્ટેશનો ઉભા કરાશે. જેમાં 160 જેટલા જવાનો 24 કલાક તૈનાત રહેશે. આ માટે ફાયર વિભાગના કર્મચારીઓની રજાઓ રદ્દ કરાઈ છે.

રાજકોટમાં દીવાળીના પર્વ દરમિયાન કચરાથી માંડીને રહેણાંક મકાનો, મોટી ઇમારતો અને દુકાનોમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. સળગતું રોકેટ કે અન્ય કોઈ ફટાકડાની નાની એવી ચિનગારી પણ ક્યારેક મોટી દુર્ઘટના સર્જી શકે છે. આ પ્રકારની સંભવિત દુર્ઘટનાઓ સમયે કોઈપણ સ્થળે તાત્કાલિક ધોરણે ઝડપથી પહોંચી શકાય તે માટે મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં હંગામી ફાયર સ્ટેશનો ઊભા કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વ્યવસ્થાથી નાગરિકોને ત્વરિત આપત્તિ વ્યવસ્થાપનનો લાભ મળશે અને કોઈ આપત્તિ સર્જાય તો મોટું નુકસાન અટકાવી શકાશે.

મનપાનાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, લોકોને ઝડપી સેવા મળે તે માટે શહેરના મુખ્ય અને વ્યસ્ત વિસ્તારોમાં હંગામી ફાયર સ્ટેશનો ઉભા કરવામાં આવનાર છે. જેમાં મુખ્ય બજારને કવર્ડ કરી શકાય તે માટે ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી બજાર સુધી ઝડપથી પહોંચી શકાય એ માટે સોરઠિયા વાડી સર્કલ પર, સંતકબીર રોડ પર, પંચાયત ચોકમાં, ફટાકડા બજાર સદર એટલે કે ફૂલછાબ ચોક ખાતે, નાના મવા ચોકડી, રેસકોર્સ રિંગરોડ તથા સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે હંગામી ફાયર સ્ટેશનો ઊભા કરવામાં આવશે.

નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તંત્ર દ્વારા બેસતા વર્ષની સવાર સુધી તમામ સ્ટાફની રજાઓ સંપૂર્ણપણે કેન્સલ કરવામાં આવી છે. જો કોઈ અનિવાર્ય સંજોગોવશાત કર્મચારીએ રજા લેવાની થાય તો તેણે ફરજિયાતપણે ચીફ ફાયર ઓફિસરની વિશેષ પરવાનગી લેવી પડશે. મહાનગરપાલિકાના આ અગમચેતીભર્યા અને પ્રજાલક્ષી પગલાંથી નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બનશે અને તહેવારો દરમિયાન કોઈ કટોકટીની સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી તાત્કાલિક કરી શકાશે.

You Might Also Like

રાજકોટમાંથી પસાર થતી ટ્રેનોમાં ટિકિટ વગર મુસાફરી કરતા ૧૬3૨ ખુદાબક્ષ પકડાયા

 જામવંથલી–અલિયાબાડા ડબલિંગ ટ્રેક પર 122 કિમીની ઝડપે ટ્રેન દોડાવાય

રાજય સરકાર દ્વારા ૨૦૨૭ની રજાઓની યાદી જાહેર કરાઇ

દિવાળી પહેલા અદાણી CNGમાં ભાવ વધારાનો બીજો બોમ્બ ફૂટયો

આજી, ન્યારી-૧ ડેમમાં નર્મદા નીર ઠલવાતા વધામણા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ક્રિસ્ટલ સ્કૂલમાં દીકરીઓનું વૈદિક પૂજન અને શ્રમજીવી બહેનોનું સન્માન કરી દિવાળીની અનોખી ઉજવણી કરાઇ
ગુજરાતરાજકોટ

 ક્રિસ્ટલ સ્કૂલમાં દીકરીઓનું વૈદિક પૂજન અને શ્રમજીવી બહેનોનું સન્માન કરી દિવાળીની અનોખી ઉજવણી કરાઇ

Editor By Editor 2 hours ago
લેખક, પત્રકાર અને એઇડસ જનજાગૃતિના પ્રણેતા અરૂણ દવેનો આજે જન્મદિવસ
જેતપુર નજીક આખલો આડો ઉતરતાં અકસ્માતમાં રાજકોટના યુવકનું મોત
શિક્ષણ સંવર્ધન અભિયાન ‘સમન્વય’ દ્વારા ભવ્ય ‘સરદાર વંદના’ કાર્યક્રમ યોજાયો
સુરક્ષિત ડિજિટલ પેમેન્ટ માટે NPCI દ્વારા 5 મહત્ત્વપૂર્ણ ટિપ્સ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?