By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    1 day ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    2 days ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    3 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    3 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading:  નવસારીના સુપા ખાતે ૫ થી ૧૩ ડિસેમ્બરે મોરારિ બાપુની રામકથા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 નવસારીના સુપા ખાતે ૫ થી ૧૩ ડિસેમ્બરે મોરારિ બાપુની રામકથા

Editor
Last updated: 2026/11/21 at 3:58 PM
11 minutes ago
Share
 નવસારીના સુપા ખાતે ૫ થી ૧૩ ડિસેમ્બરે મોરારિ બાપુની રામકથા
SHARE

 ₹૪૫૦ કરોડની વિશ્વસ્તરીય નેત્ર હોસ્પિટલના લાભાર્થે સેવા-ભક્તિનો સંગમ

 નવસારીના સુપા ખાતે ૫ થી ૧૩ ડિસેમ્બરે મોરારિ બાપુની રામકથા

અંધત્વમુક્ત સમાજ અને ૧ કરોડ દર્દીઓને દ્રષ્ટિ આપવાના મહાસંકલ્પ સાથે ૧૦૮ યુનિટની યોજના; જગદીશભાઈ પટેલ અને મહેશભાઈ પટેલ (USA) મનોરથી

રામકથાના અનુસંધાનમાં આજે શનિવારે રાજકોટમાં ‘દ્રષ્ટિ સંવાદ’ અને સ્નેહમિલન કાર્યક્રમ; સુપા, નવસારી અને સુરત ખાતે સેવા કેન્દ્રો કાર્યરત

 

અગ્ર ગુજરાત, રાજકોટ

સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ (SVNM Trust) – સુપા દ્વારા અંદાજિત ₹૪૫૦ કરોડના ખર્ચે નિર્માણાધીન પશ્ચિમ ભારતની વિશ્વકક્ષાની ભવ્ય સુપર સ્પેશિયાલિટી નેત્ર હોસ્પિટલના લાભાર્થે આગામી ૫ ડિસેમ્બરથી ૧૩ ડિસેમ્બર, ૨૦૨૬ દરમિયાન સુપા ગામ (ગુરૂકૂલ), પૂર્ણા નદીના કિનારે, જિ. નવસારી ખાતે પરમ પૂજ્યશ્રી મોરારિ બાપુના શ્રીમુખેથી આગવી શૈલીમાં વહેતી શ્રી રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કથાના નિમિત્તમાત્ર મનોરથી જગદીશભાઈ પટેલ તથા મહેશભાઈ પટેલ (USA) રહેશે.

દ્રષ્ટિહીન વ્યક્તિઓના જીવનમાં રોશની પ્રગટાવવા, અંધત્વથી પીડાતા બાળકો માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવા તથા ભારતના ૧ કરોડ દર્દીઓને દ્રષ્ટિનો પ્રકાશ પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ૧૦૮ યુનિટના સંકલ્પ હેઠળ આ રામકથા યોજાઈ રહી છે. પ્રથમ યુનિટમાં ૨૧ ઓપરેશન થિયેટર સાથે વાર્ષિક ૧,૨૦,૦૦૦ ઓપરેશનની ક્ષમતા, આંખ, ઓપ્ટોમેટ્રી અને નર્સિંગ કોલેજ તેમજ પ્રજ્ઞાચક્ષુ શાળા, તાલીમ અને વ્યવસાય કેન્દ્ર આકાર લઈ રહ્યા છે. કથા શ્રવણ બાદ ભાવિકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા તેમજ દેશ-વિદેશથી આવતા મહેમાનો અને શ્રાવકો માટે રહેવા અને નવસારીથી વિશેષ બસની સુવિધા રખાઈ છે.

આ ભવ્યાતિભવ્ય આયોજનને સફળ બનાવવા ૪,૦૦૦થી વધુ સ્વયંસેવકો ખડેપગે રહેશે. નિમંત્રણ પહોંચાડવા ૨૫ કિલોમીટર લાંબી ‘ભવ્ય આમંત્રણ રેલી’ યોજાશે. સમગ્ર કથા મંડપમાં સીસીટીવી કેમેરા, હાઈ સિક્યુરિટી, વીમા કવચ, ન્યૂઝ ચેનલોમાં લાઈવ ટેલિકાસ્ટ, મેગા રક્તદાન કેમ્પ અને થેલેસેમિયા અંગે જાગૃતિ જેવી વ્યવસ્થાઓ કરાઈ છે. કથાના પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ ડૉ. ભાવિનભાઈ પટેલ, ડૉ. ભાવિનભાઈ ભુવા, ડૉ. રાજન જગડ, મિતલભાઈ ખેતાણી, હસમુખભાઈ ખેની, પ્રકાશભાઈ વઘાસિયા અને અરુણભાઈ નિર્મળ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંસ્થા દ્વારા ઓક્ટોબર ૨૦૨૨થી ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન ૧,૯૯૧+ કેમ્પ દ્વારા ૧,૯૧,૩૩૩+ દર્દીઓની તપાસ, ૫૧,૩૭૬+ નિઃશુલ્ક મોતિયાની સર્જરી, ૧,૭૭,૬૭૪+ દર્દીઓનું હોસ્પિટલમાં નિદાન, ૧૭,૦૯૧+ નવજાત શિશુઓની ROP તપાસ (૧,૦૧૪ લેઝર સારવાર, ૧૬૪ સર્જરી), ૧૩,૦૮૫+ પુખ્ત વયના અને ૨,૬૯૩+ શાળાના બાળકોને નિઃશુલ્ક ચશ્માં વિતરણ તેમજ ૧૦,૦૦૦+ દર્દીઓ અને પરિવારોને ભોજન-પોષણ સેવા અપાઈ છે. આ ઉપરાંત ગામડાં અને અંતરિયાળ વિસ્તારોમાં દર્દી પરિવહન અને સ્થળ પર ચશ્માં વિતરણ સેવા.,  આદિવાસી વિસ્તારોની દીકરીઓને ૪ વર્ષના આઈ નર્સિંગ અભ્યાસક્રમ, રહેઠાણ-ભોજન અને માસિક ₹૬,૦૦૦ સ્ટાઇપેન્ડ સાથે આત્મનિર્ભર બનાવવાની પહેલ., પ્રજ્ઞાચક્ષુ યુવાનોને કાઉન્સેલિંગ, મોબિલિટી, ડિજિટલ અને સ્માર્ટફોન તાલીમ દ્વારા રોજગાર અપાવવા તેમજ મરોલી સહિત ૧૦૦+ ગ્રામ્ય વિઝન સેન્ટર દ્વારા ટેલીમેડિસિન અને સારવાર પહોંચાડવાનો પ્રયાસ. નવા ગ્લાસ ફિટ કરી જરૂરિયાતમંદોને ચશ્માં વિતરણ કરવામાં આવશે.

દ્રષ્ટિ-ધામ કેમ્પસ અને સેવાકાર્યોમાં ડાયમંડ દાતા ટ્રસ્ટી (₹૫ કરોડ), પ્લેટિનમ દાતા ટ્રસ્ટી (₹૧ કરોડ), ગોલ્ડન દાતા ટ્રસ્ટી (₹૫૧ લાખ), સિલ્વર દાતા ટ્રસ્ટી (₹૨૫ લાખ) સહિત દેશ-વિદેશના NRI દાતાઓ અને વિવિધ CSR પાર્ટનર્સનો સહયોગ સાંપડ્યો છે. સેવા અને દ્રષ્ટિ-ધામ કેમ્પસ વિકાસ માટે વિચાર/સમય/શ્રમ દાન, મોતિયા ઓપરેશન (₹૫૦૦/માસિક, ₹૧,૦૦૦/માસિક બંને આંખ, ₹૫,૦૦૦/માસિક ૧ વર્ષ), શાળા ચશ્માં વિતરણ (₹૧૬,૮૦૦), કેમ્પ + ૩૦ ઓપરેશન (₹૧,૫૫,૦૦૦), દ્રષ્ટિરથ (₹૭,૫૦,૦૦૦), ચશ્માંરથ (₹૩૫,૦૦,૦૦૦), સાધનો (₹૩૦,૦૦૦થી ₹૫૦,૦૦,૦૦૦). ઈંટ (₹૧,૦૦૧), ચોરસફૂટ બાંધકામ (₹૨,૫૦૧), ચોરસવાર જમીન (₹૫,૦૦૧), ચેક-અપ રૂમ/ડૉક્ટર લિફ્ટ (₹૫ લાખ), ડૉક્ટર્સ-સ્ટાફ/મીટિંગ રૂમ (₹૧૧ લાખ), વોટર ડ્રિંકિંગ/સ્ટોર/લિફ્ટ લોઅર ગ્રાઉન્ડ-૪થો માળ (₹૧૫ લાખ), OPD/ફાર્મસી/ચશ્માં દુકાન/ઓફિસ/લિફ્ટ ગ્રાઉન્ડ-૩જો માળ (₹૨૫ લાખ), રિકવરી રૂમ/વેઇટિંગ એરિયા/ધ્યાનકક્ષ/પુસ્તકાલય (₹૫૦ લાખ), ઓપરેશન થિયેટર / સ્ટેરિલાઇઝેશન / આઈ બેન્ક / કોલેજ હોસ્ટેલ માળ (₹૧ કરોડ), ભોજનશાળા / ભવન માળ / પ્રેરણા મંદિર (₹૨ કરોડ), નર્સિંગ કોલેજ હોસ્ટેલ / પ્રજ્ઞાચક્ષુ ભવન / રિસર્ચ લેબ (₹૫ કરોડ) અને OPD / એડમિશન / ઓપરેશન થિયેટર ભવન (₹૧૧ કરોડ) મળેલ છે.

રામકથાના અનુસંધાનમાં આજે ૨૧ નવેમ્બર, ૨૦૨૬ (શનિવાર)ના રોજ સાંજે ૬:૩૦ થી ૮:૩૦ વાગ્યા દરમિયાન સદભાવના વૃદ્ધાશ્રમ ઓડિટોરિયમ (વિનુભાઈ બચુભાઈ નાગ્રેચા પરિસર, સદભાવના વૃદ્ધાશ્રમ, રાજકોટ-જામનગર હાઈવે, પડધરી પાસે, મોટા રામપર, રાજકોટ) ખાતે ‘દ્રષ્ટિ સંવાદ’ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે, ત્યારબાદ ભોજન વ્યવસ્થા રાખવામાં આવી છે.

You Might Also Like

 PUC, વિમો અને RCની મર્યાદા પૂર્ણ થઇ હશે તો ટોલબૂથ પર વસૂલાશે દંડ

 ગોવા ‘આયર્નમેન’ ટ્રાયથલોન ૨૦૨૬માં રાજકોટનો ડંકો

 ગૌતમચંદ્રજી સ્વામીના ૬૫મા જન્મદિન નિમિત્તે ‘માનસ સવાલનું સ્વામિ વાત્સલ્ય’ સંપન્ન

 TAT-HS ઉમેદવારોના ન્યાય માટે રાજકોટના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

સોમનાથના કાર્તિકી પૂર્ણિમા મેળાના પ્રથમ દિવસે 1.53 લાખથી વધુ સહેલાણીઓ ઉમટ્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભાજપના ધારાસભ્ય, કોર્પોરેટરે હાજરી આપેલ વાસ્તુ પૂજનમાં રાત્રે જામી દારૂની મહેફિલ
અમદાવાદ

 ભાજપના ધારાસભ્ય, કોર્પોરેટરે હાજરી આપેલ વાસ્તુ પૂજનમાં રાત્રે જામી દારૂની મહેફિલ

Editor By Editor 1 day ago
 રાજકોટમાં તા.૨૫ થી ૨૮ દરમિયાન ‘૧૦મો રાજકોટ મશીન ટૂલ્સ શો’ યોજાશે
 TAT-HSના પરિણામ જાહેર, 30  હજાર શિક્ષકો નાપાસ થતા વિવાદ
ઉનાના દેલવાડામાં મતદાર યાદીનો વિવાદ ગરમાયો: 1,318 લોકોના વોર્ડ બદલાતા ખળભળાટ
 અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં લાખોની નકલી નોટો સાથે બે પરપ્રાંતિયો ઝડપાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?