- અમદવાદમાં ચકચારી લૂંટ વિથ ગેંગરેપ કેસ
- શીલજ કેસમાં આરોપીઓએ રમકડાની રિવોલ્વરથી લૂંટ ચલાવી
- આરોપીના ઘરેથી પીએસઆઈનો યુનિફોર્મ મળી આવ્યો
અમદાવાદના ચકચારી ગેંગરેપ લૂંટ વિથ મર્ડર કેસમાં આજે એક મોટો ખુલાસો થવા પામ્યો છે. આ અપડેટ પ્રમાણે જે સિક્યોરિટી ગાર્ડ્ઝએ મહિલા સાથે દુષ્કર્મ આચરીને લૂંટ ચલાવી તે આકાશ સિક્યોરિટી કંપનીના કર્મચારીઓ હતા અને આ સિક્યોરિટી કંપનીનું લાયસન્સ એક્સપાયર થઈ ગયું છે.
આ મામલે મોટી અપડેટ પ્રમાણે આરોપી યોગેશ યાદવના ઘરેથી PSIનો યુનિફોર્મ મળ્યો છે જે રોહિત કુમારની નેમપ્લેટ સાથેનું છે. આ પીએસઆઈ યુનિફોર્મ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે ઉપરાંત આકાશ સિક્યોરિટી કંપની ચલાવનારની સામે પણ ગુનો નોંધાયો છે. આ સિક્યોરિટી એજન્સીનું લાયસન્સ રદ્દ કરવા અંગે પણ કાર્યવાહી થશે. મહત્વનું છે કે આ કેસમાં એક નવી જાણકારી એવી સામે આવી છે કે આરોપીઓએ રમકડાની રિવોલ્વરથી લૂંટ ચલાવી હતી અને આ કેસના મુખ્ય આરોપી મનજીત જોહાલની પણ ધરપકડ થઈ છે. મનજીતના ડિસેમ્બરમાં લગ્ન હોવાથી તેને 10-20 લાખ રૂપિયાની જરૂર હતી જેથી આ પૈસાની લાલચે લૂંટ ચલાવી હતી. જો કે આરોપીઓએ 1.37 લાખની લૂંટ ચલાવી હતી અને આ દરમિયાન હરીઓમ ઠાકુરે સૌથી પહેલા યુવતી પર દુષ્કર્મ ગુજાર્યો હતો તેમજ મનજીતે પણ મકાનમાલિક પાસેથી અભદ્ર માગણી કરી હતી. દુષ્કર્મ આચરી લૂંટ ચલાવી પંજાબ જવાના ઈરાદે આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
શું હતી ઘટના?
શહેરમાં લૂંટ સાથે ગેંગ રેપનો ચકચારી કિસ્સો બન્યો છે. શહેરના બોપલ શિલજ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા ત્રણ અને અન્ય બે વ્યક્તિઓએ એક ફ્લેટમાં લૂંટના ઇરાદે ઘૂસીને મકાન માલિક મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ અને તેની સાથે રહેતી ઘરઘાટી પર ગેંગરેપ કર્યો હતો. આ બાદ ઘરમાં રોકડ રકમની લૂંટ, એટીએમ કાર્ડ અને કાર લૂંટીને ફરાર થઇ ગયા હતા. આ અંગે અમદાવાદ ગ્રામ્ય પોલીસે બનાસકાંઠા પોલીસ સાથે સંકલન કરીને આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.
ઘરની મેઇન સ્વિચ બંધ કરી દીધી
શીલજ વિસ્તારમાં આવેલા એક નવા એપાર્ટમેન્ટના એક જ ફ્લેટમાં અચાનક લાઇટ બંધ થઇ ગઇ હતી. જેથી તે ફ્લેટમાં રહેતી એક મહિલાએ નીચે જઇને તપાસ કરી હતી. જેમાં કોઇએ મેઇન સ્વીચ બંધ કરી હોવાથી તેમણે સ્વીચ ચાલુ કરી દીધી હતી. જેની થોડીવાર બાદ ફરીથી લાઇટ બંધ થતા તે નીચે ગઇ હતી અને ત્યાં હાજર સિક્યોરીટી ગાર્ડને આ અંગેની જાણ કરી હતી. આ દરમિયાન અચાનક ઘરમાં એપાર્ટમેન્ટના ત્રણ સિક્યોરીટી ગાર્ડ અને અન્ય બે વ્યક્તિ સહિત પાંચ લોકો તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા. આ પાંચ લોકોએ મહિલાને ધક્કો મારીને નીચે પાડી દઇને ધમકી આપી હતી. આ લોકોએ મહિલાના ઘરમાંથી રોકડ, દાગીના, એટીએમ કાર્ડ, સહિતનો મુદ્દામાલ લૂંટી લીધો હતો.
9 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ
આ આરોપીઓ આટલેથી જ ન અટકતા પાંચ આરોપીઓ પૈકી બે આરોપીઓએ મહિલાના ઘરમાં ઘરઘાટી તરીકે કામ કરતી 19 વર્ષીય યુવતી સાથે ગેંગ રેપ કર્યો હતો. મકાન માલિક મહિલા સાથે પણ દુષ્કર્મના પ્રયાસ કર્યો હતો. આ બાદ મહિલાની કારની ચાવી લઇનેક કાર લઇને પાંચેય લોકો ફરાર થઇ ગયા હતા. આ બાબતે તાત્કાલિક પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવી હતી. જેના કારણે બોપલ પોલીસ ઉપરાંત, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.
પોલીસે ઝડપી લીધા
આ ગુના આચરીને તમામ આરોપીઓએ પંજાબ જવાનું નક્કી કર્યું હતું. અમૃતપાલસિંગને એવો શક પણ હતો કે, કારના નંબરને તેમજ ફાસટેગમાં કપાતા નાણાંને આધારે પોલીસ પીછો કરીને તેમને ઝડપી શકે છે. એટલે આ લોકોએ મહેસાણા ક્રોસ કર્યા બાદ કારને મુકીને બસમાં બેસી ગયા હતા. એટલું જ નહી રસ્તામાં કારમાં પેટ્રોલ પુરાવવા માટે અને અન્ય ખર્ચ માટે મહિલાના એટીએમ કાર્ડમાંથી 40 હજાર રૂપિયા ઉપાડયા હતા. આરોપીઓના આવા કામને કારણે પોલીસને ટેકનીકલ સર્વલન્સમાં મદદ મળી હતી અને પોલીસે આખરે તેમને પકડી લીધા હતા.


