- મંત્રીનાં નિવેદનથી તણાવમાં થયો વધારો
- મધ્યમ માર્ગ શોધવાના પ્રયાસોને ફટકો
- ”એલિયાહુ સુરક્ષા કેબિનેટનો ભાગ નથી” : નેતન્યાહુ
ઈઝરાયેલ-હમાસ વચ્ચેના સંઘર્ષ વચ્ચે પરમાણુ હુમલાની ધમકી આપનાર ઈઝરાયેલના મંત્રી અમીહાઈ ઈલિયાહુને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. મંત્રી અમીહાઈ ઈલિયાહુના નિવેદનથી ઈઝરાયેલ અને અમેરિકામાં ખળભળાટ મચી ગયો હતો. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મંત્રીના આ નિવેદનની આકરી ટીકા કરી હતી.
અમેરિકાનાં પ્રયાસોને ફટકો
મંત્રી અમીહાઈ ઈલિયાહુના નિવેદનથી તણાવમાં વધારો થયો છે. આ નિવેદન ઈઝરાયેલ માટે મોટી સમસ્યા બની ગયું છે. મંત્રીનાં નિવેદન બાદ આરબ દેશોનું દબાણ વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે. આ પ્રકારનાં નિવેદનથી મધ્યમ માર્ગ શોધવાના અમેરિકાનાં પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે તેવું નિષ્ણાતોનું માનવું છે.
નેતન્યાહુએ નિવેદનને વખોડ્યું
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શનિવારે હેરિટેજ પ્રધાન અમીચાઇ એલિયાહુના નિવેદનની નિંદા કરી હતી. અમીચાઈએ દાવો કર્યો હતો કે ગાઝા પટ્ટી પર પરમાણુ બોમ્બ છોડવા એ સંભાવનાઓમાંની એક છે.
વડા પ્રધાને કર્યું ટ્વીટ
સોશિયલ મીડિયા ‘X’ નાં સત્તાવાર હેન્ડલ પર ઇઝરાયેલના વડા પ્રધાનના લખ્યું છે કે “મંત્રી અમીહાઇ ઇલિયાહુના નિવેદનો વાસ્તવિકતા પર આધારિત નથી. “ઇઝરાયેલ અને IDF નિર્દોષોને નુકસાન ન પહોંચાડવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાના સર્વોચ્ચ ધોરણો અનુસાર કાર્ય કરી રહ્યા છે… અમે અમારી જીત સુધી તેમ કરવાનું ચાલુ રાખીશું.”
મંત્રીએ અણુબોમ્બ છોડવાની કરી હતી વાત
હેરિટેજ મંત્રી ઈલિયાહુએ કહ્યું હતું કે, “પરમાણુ બોમ્બ છોડવો એ એક શક્યતા છે.” નેતન્યાહૂએ જણાવ્યું હતું કે એલિયાહુ સુરક્ષા કેબિનેટનો ભાગ નથી જે યુદ્ધ સમયના નિર્ણયો લેવામાં સામેલ છે ન તો તેમનો યુદ્ધ કેબિનેટ પર પ્રભાવ છે.
ગાઝામાં માનવીય સહાય સામે વાંધો
ઈલિયાહુએ ગાઝામાં કોઈપણ પ્રકારની માનવીય સહાયને મંજૂરી આપવા સામે વાંધો ઉઠાવ્યો હતો. “અમે નાઝીઓને માનવતાવાદી સહાય નહીં સોંપીએ” તેમ મંત્રીએ કહ્યું હતું. ઈલિયાહુએ ગાઝા પટ્ટીમાંથી પ્રદેશ પરત લેવા અને ત્યાં વસાહતો પુનઃસ્થાપિત કરવાનું પણ સમર્થન કર્યું હતું. પેલેસ્ટિનિયન નાગરિકોના ભાવિ વિશે પૂછવામાં આવતા એલિયાહુએ કહ્યું હતું કે “તેઓ આયર્લેન્ડ અથવા રણમાં જઈ શકે છે. ગાઝામાં રાક્ષસોએ પોતાનો ઉકેલ શોધવો જોઈએ.”


