- પાકિસ્તાને 1.7 મિલિયન લોકોને દેશનિકાલ કર્યા
- મહિલાઓ અને બાળકો સૌથી વધુ મુશ્કેલીમાં
- બાળકો અને પરિવારોના સમર્થન વધારવા UNની હાકલ
પાકિસ્તાને દેશનિકાલ અભિયાનના ભાગરૂપે 1.7 મિલિયન અફઘાન શરણાર્થીઓ સહિત લાખો વિદેશીઓને દેશ છોડવાનો આદેશ આપ્યો છે. જેના કારણે ઘણા લોકો પાકિસ્તાન છોડી ગયા છે જ્યારે ઘણા લોકોને બળજબરીથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ દેશનિકાલમાં મહિલાઓ અને બાળકો સૌથી વધુ જોખમનો સામનો કરી રહ્યા છે, જેના વિશે સંયુક્ત રાષ્ટ્ર (UN) એ ચિંતા વ્યક્ત કરી છે.
અફઘાની પર આવેલા સંકટને જોતા,શુક્રવારે UNની ત્રણ એજન્સીઓએ તમામ બાળકો અને પરિવારોની સુરક્ષા માટે હાકલ કરી છે. યુએન એજન્સીઓનું કહેવું છે કે જ્યારે બાળકો પાકિસ્તાનમાં ફરતા હોય, અટકાયત કેન્દ્રોમાં રહેતા હોય, સરહદ પાર કરીને અફઘાનિસ્તાનમાં પાછા ફરતા હોય ત્યારે તેઓ ગંભીર સુરક્ષા જોખમોનો સામનો કરે છે. UNHCR, IOM અને UNICEF દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાનમાં વિસ્થાપિત બાળકો, પરિવારો અને શરણાર્થીઓ માટે સમર્થન વધારવા હાકલ કરવામાં આવી છે.
UNHCR અને IOM એ દેશની અંદર ચાલુ સુરક્ષાની જરૂરિયાત હોય તેવા વ્યક્તિઓની નોંધણી, વ્યવસ્થાપન અને સ્ક્રીનીંગ માટે એક મિકેનિઝમ વિકસાવવામાં પાકિસ્તાનને મદદ કરવા માટે તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી છે. અહેવાલ મુજબ, દેશમાં અંદાજે 30 મિલિયન લોકોને માનવતાવાદી સહાયની જરૂર છે, જેમાંથી 3.3 મિલિયન આંતરિક રીતે વિસ્થાપિત છે. તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાન, જે પહેલાથી જ માનવીય સંકટનો સામનો કરી રહ્યું છે, અફઘાનિસ્તાનોની વાપસીને કારણે વધુ ગંભીર બનવાનો ખતરો છે.


