- ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર. માર્કોસે ભારતનો માન્યો આભાર
- બચાવ અને માનવતાવાદી માટે ભારતે ફિલિપાઇન્સને 7 હેલિકોપ્ટર ઓફર કર્યા
- PCGના મેરીટાઈમ ઓપરેશનમાં આ એક મોટું યોગદાન હશે: ફિલિપાઇન્સ
ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયરે જણાવ્યું હતું કે PCGને હેલિકોપ્ટર પ્રદાન કરવાની ભારતની ઓફર ફિલિપાઇન્સ સરકારના બચાવ અને માનવતાવાદી દ્રષ્ટિએ દેશની ક્ષમતાઓનું નિર્માણ કરવાના પ્રયાસોમાં મોટી મદદ કરશે.
ભારતે ફિલિપાઇન્સને 7 હેલિકોપ્ટર ઓફર કર્યા
ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિએ રવિવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યા મુજબ ભારત સરકાર ફિલિપાઈન્સને સંકટના સમયે મદદ કરશે. ભારતે ફિલિપાઈન કોસ્ટ ગાર્ડ (PCG) દ્વારા બચાવ અને માનવતાવાદી પ્રયાસો માટે ઉપયોગમાં લેવા માટે 7 હેલિકોપ્ટર ઓફર કરી છે. પ્રેસિડેન્ટ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયરે જણાવ્યું હતું કે PCGને હેલિકોપ્ટર આપવાની ભારતની ઓફર ફિલિપાઈન સરકારના બચાવ અને માનવતાવાદી દ્રષ્ટિએ દેશની ક્ષમતાઓનું નિર્માણ કરવાના પ્રયાસોમાં મોટી મદદ કરશે. નિવેદનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે PCGના મેરીટાઈમ ઓપરેશનમાં આ એક મોટું યોગદાન હશે.
PCGના મેરીટાઈમ ઓપરેશનમાં આ એક મોટું યોગદાન
ગયા અઠવાડિયે ફિલિપાઈન્સમાં ભારતીય રાજદૂત શંભુ કુમારન સાથે સૌજન્ય મુલાકાત દરમિયાન આ ટિપ્પણી કરી હતી, જ્યાં તેઓએ ફિલિપાઈન્સ અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના સતત પ્રયાસો અંગે ચર્ચા કરી હતી. કુમારને જણાવ્યું હતું કે એજન્સીની દરિયાઈ શોધ અને બચાવ કામગીરી અને માનવતાવાદી સેવાઓ માટે સાત હેલિકોપ્ટરના સપ્લાય માટે ભારત સરકાર, PCG અને ડિપાર્ટમેન્ટ ઑફ ટ્રાન્સપોર્ટેશન (DOTR) વચ્ચે પહેલેથી જ વાટાઘાટો ચાલી રહી છે.


