- ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ લગભગ એક મહિનાથી ચાલુ
- હમાસને સંપૂર્ણ રીતે ખતમ કરવા ઇઝરાયેલ લાગ્યું કામે
- નિર્દોષોને નુકસાન ન પહોંચાડવા ઇઝરાયેલની સૂચન
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે લગભગ એક મહિનાથી ચાલી રહેલ યુદ્ધના અંતના કોઈ સંકેત દેખાતા નથી. ઈઝરાયલે બંધકોની મુક્તિ પહેલા કોઈપણ પ્રકારના યુદ્ધવિરામ અંગે વાત કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. તે હમાસને સંપૂર્ણ રીતે ખતમ કરવાની પ્લાનિંગ બનાવી રહ્યા છે.
લગભગ એક મહિનાથી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ
ગાઝા પર ઈઝરાયેલી સેનાનો હુમલો ચાલુ છે. આ પહેલા ગાઝા પર પરમાણુ બોમ્બ છોડવાના પ્રશ્ન પર ઈઝરાયેલના મંત્રીના નિવેદને જોર પકડ્યું છે. મંત્રી અમીચાઈ ઈલિયાહુએ કહ્યું હતું કે ગાઝા પટ્ટીમાં પરમાણુ બોમ્બ છોડવો એ ઈઝરાયેલના વિકલ્પોમાંથી એક છે. જ્યારે તેમને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે શું ગાઝા પર પરમાણુ બોમ્બ છોડવો જોઈએ તો તેમણે કહ્યું કે આ એક શક્યતા છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.
શું કહ્યું ઈઝરાયેલના PMએ?
હવે PM બેન્જામિન નેતન્યાહુએ તેમની સરકારના મંત્રીના આ નિવેદનની ટીકા કરી છે. નેતન્યાહુના સોશિયલ મીડિયા પર કહ્યું કે, મંત્રી અમીચાઈ ઈલિયાહુના નિવેદનો વાસ્તવિકતા પર આધારિત નથી. નિર્દોષોને નુકસાન ન પહોંચાડવા માટે ઇઝરાયેલ અને IDF આંતરરાષ્ટ્રીય કાયદાના ઉચ્ચતમ ધોરણો અનુસાર કાર્ય કરી રહ્યા છે. અમે અમારી જીત સુધી આ કરવાનું ચાલુ રાખીશું.
તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરના રોજ યુદ્ધ શરૂ થયું હતું જ્યારે હમાસે ઈઝરાયેલ પર સતત 5000 થી વધુ રોકેટ છોડ્યા હતા. આ પછી ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી. ઈઝરાયેલની સેના ગાઝામાં હમાસના સ્થાનોને સતત નિશાન બનાવી રહી છે. આ યુદ્ધમાં બંને તરફથી અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. ગાઝામાં 9485 અને ઈઝરાયેલમાં 1400 લોકોના મોત થયા છે.


