- યુદ્ધ બાદ ગાઝા પટ્ટી પર ઇઝરાયેલ દ્વારા બોમ્બમારો
- ઈઝરાયેલે ભારત પાસેથી 100,000 કામદારોની માંગણી કરી
- 90 હજારથી વધુ પેલેસ્ટાઈનીઓને બદલવા માટે યોજના
અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ બાદ ગાઝા પટ્ટી પર ઇઝરાયેલ દ્વારા બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ઈઝરાયેલે તરત જ ભારત પાસેથી 100,000 કામદારોની માંગણી કરી છે. અમેરિકાના અહેવાલ મુજબ, ઈઝરાયેલની બાંધકામ કંપનીઓએ સરકાર પાસે 100,000 ભારતીય કામદારોની ભરતી કરવાની પરવાનગી માંગી છે જેથી કરીને 90 હજારથી વધુ પેલેસ્ટાઈનીઓને બદલી શકાય. 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદથી પેલેસ્ટાઈનની વર્ક પરમિટ રદ કરવામાં આવી છે.
પેલેસ્ટિનિયન કામદારો પરંપરાગત રીતે ઇઝરાયેલમાં બાંધકામ કંપનીઓમાં કામ કરે છે. 7 ઓક્ટોબરે થયેલા હુમલા બાદ આ લોકોને કામ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. જેના કારણે હવે ઈઝરાયેલમાં તમામ બાંધકામનું કામ પૂર્ણ થંભી ગયું છે. જે ઈમારતોનું બાંધકામ થોડા દિવસો પહેલા સુધી સતત ચાલતું હતું તે જગ્યાઓ હવે સાવ ખાલી છે. જે લોકોએ મકાનો ખરીદ્યા છે તેઓ બિલ્ડરો પર કામ ચાલુ રાખવા દબાણ કરી રહ્યા છે. ઇઝરાયલી બિલ્ડર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, 90 હજાર પેલેસ્ટિનિયન મજૂરોમાંથી 10 ટકા ગાઝાના છે અને બાકીના વેસ્ટ બેંકના છે.
ભારતીય મજૂરોને લાવવાની વાતચીત
ઈઝરાયેલ બિલ્ડર્સ એસોસિએશન સાથે જોડાયેલા લોકોએ કહ્યું હતું કે અમે 50 હજારથી 1 લાખ ભારતીય મજૂરોને લાવવા માટે સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ. હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયેલમાં કામ કરી રહેલા ઘણા પેલેસ્ટાઈનીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. એક વ્યક્તિએ કહ્યું હતું કે, ‘હું હોટેલમાં ચા પીઉં છું, ઘરે જઈને ભોજન કરું છું અને પછી મારા મિત્રો સાથે હોટેલમાં રોકાઈશ. મારી પાસે હવે કામ નથી.’ હાલમાં ઇઝરાયેલમાં ચાલતી મોટાભાગની બાંધકામ સાઇટ્સ ચીની નાગરિકોની માલિકીની છે.
ભારત અને ઈઝરાયેલ વચ્ચે ડીલ
ઇઝરાયેલે ભારતમાંથી કામદારોને બોલાવવાનો સોદો પહેલેથી જ કર્યો હતો. ઈઝરાયેલના વિદેશ મંત્રી એલી કોહેન મે મહિનામાં ભારતની મુલાકાતે આવ્યા હતા. ત્યારબાદ બંને દેશો વચ્ચે સમજૂતી થઈ હતી જે મુજબ 42,000 ભારતીય કામદારો ઈઝરાયેલ જશે, જેમાંથી 34,000 બાંધકામ ક્ષેત્રે કામ કરશે. ઇઝરાયેલનું કન્સ્ટ્રક્શન માર્કેટ ભારતીયો માટે નવું હશે. ઇઝરાયેલ પહેલેથી જ પેલેસ્ટિનિયન કામદારોને વિદેશી કામદારો સાથે બદલવા માંગતું હતું.


