- ટ્રેકટર, ટ્રોલીમાં પતરાની આડમાં લવાતો હતો વિદેશી દારૂ
- 6.35 લાખ કરતા વધુનો મુદ્દામાલ કબજે
- 80 નંગ વિદેશ દારૂની બોટલ સાથે એક આરોપી ઝડપાયો
રાજ્યમાં દિવાળીના તહેવાર વચ્ચે દારૂ ઠાલવવા માટે નવી નવી મોડસ ઓપરેન્ડી હાથ ધરવામાં આવે છે. ત્યારે પોલીસ દ્વારા પણ તમામ સ્થિતિમાં દારૂના બુટલેગરોને પકડી પાડવા માટે તૈયાર હોય છે. આ વચ્ચે સાબરકાંઠામાં ટ્રેકટર ટ્રોલીમાં વિદેશી દારૂ લાવવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં દારૂ ઠાલવવા માટે નવી નવી મોડસ ઓપરેન્ડી સામે આવી રહી છે. આ વચ્ચે સાબરકાંઠામાં ટ્રેકટર ટ્રોલીમાં વિદેશી દારૂ લવાતો હતો. જેમાં ટ્રેકટર, ટ્રોલીમાં પતરાની આડમાં વિદેશી દારૂ રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં આશરે 80 નંગ વિદેશી દારૂની બોટલ સાથે એક આરોપી ઝડપાયો છે.
પોલીસે ઇડર હિમતનગર હાઇવે પર બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં એક ટ્રેક્ટરની તપાસ કરવામાં આવતાં તેમાંથી વિદેશી દારૂનો મુદ્દોમાલ મળી આવ્યો હતો. આ સાથે જ 6.35 લાખ કરતા વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જેમાં 80 નંગ વિદેશ દારૂની બોટલ સાથે એક આરોપી ઝડપાયો છે. પોલીસે વડાલીના રહેવાસી ઉમેદજી ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


