- દિવાળીની ઉમંગભેર ઉજવણી
- સ્કૂલમાં બાળકોએ કરી મહેનત
- દીવડાઓથી કંડાર્યા શ્રીરામ અને સ્વસ્તિક
આજથી દિવાળીના પર્વનો પ્રારંભ થયો છે ત્યારે હિમતનગરમાં એક સ્કૂલમાં વાલીઓ, વિધાર્થીઓ અને શિક્ષકોએ એક જગ્યાએ 8000 દીવડાઓ પ્રગટાવી દિવાળીની ઉજવણી કરી હતી. હિંમતનગરના ગાયત્રી મંદિર પાસે આવેલી ગ્લોરિયસ સ્કૂલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના પર્વના પ્રારંભ પૂર્વે બુધવારની રાત્રે સ્કૂલના મેદાનમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ સાથે મળીને એક જગ્યા પર 8000 દીવડા પ્રગટાવી ફટાકડા ફોડી દિવાળી પર્વની ઉજવણી કરી હતી.
સાબરકાંઠાના હિમતનગરના ગાયત્રી મંદિર પાસે આવેલ ગ્લોરીયસ સ્કુલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના પર્વના પ્રારંભ પૂર્વે રાત્રે સ્કુલના મેદાનમાં શિક્ષકો, વિધાર્થીઓ અને વાલીઓ સાથે એક જગ્યા પર 8000 દીવડા પ્રગટાવી ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરી હતી. દર વર્ષની જેમાં આ વર્ષે પણ દિવાળીના ઉજવણીના આયોજનમાં ચાર દિવસથી સ્કુલના શિક્ષકો વિધાર્થીઓ એક સાથે મળીને સ્કુલના મેદાનમાં પ્રથમ ચોક વડે રામ મંદિર, સરસ્વતી દેવી, ભગવાન શ્રીરામ, શંખ અને સ્વસ્તિકના ચિત્રો દોરવામાં આવ્યા હતા ત્યારબાદ સૌ સાથે મળીને કોડિયામાં રૂની દિવેટ અને 45 લીટર તેલ વડે દીવડાને ગોઠવવામાં આવ્યા હતા.
આ અજવાળામાં ભગવાન શ્રીરામનું રામમંદિર, ભગવાન શ્રીરામ, સરસ્વતી દેવી, શંખ અને સ્વસ્તિક દર્શનને સૌકોઈ ઉપસ્થિત લોકોએ નિહાળ્યા હતા. એટલું જ નહિ પણ આ યાદગાર ક્ષણે પોતાના મોબાઈલમાં સેલ્ફી લેવાનું વાલીઓ, વિદ્યાર્થીઓ કે શિક્ષકો ચૂક્યા ન હતા. ત્યાર બાદ તારામંડળ, કોઠી, ચકરડી સળગાવીને ફટાકડા ફોડી ભવ્ય આતશબાજી સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી. આ માટે ચાર દિવસથી સ્કૂલના શિક્ષકો, વિદ્યાર્થીઓએ એકસાથે મળીને સ્કૂલના મેદાનમાં પ્રથમ ચોક વડે રામમંદિર, સરસ્વતી દેવી, ભગવાન શ્રીરામ, શંખ અને સ્વસ્તિકનાં ચિત્રો દોર્યાં હતાં. ત્યાર બાદ સૌ સાથે મળીને કોડિયામાં રૂની દિવેટ અને 45 લિટર તેલ વડે દીવડાને ગોઠવવામાં આવ્યા હતા.
દિવાળીના પર્વ પહેલા રાત્રે સ્કૂલના મેદાનમાં શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓએ સાથે મળીને 8 હજાર દીવડા પ્રગટાવીને ફટાકડા ફોડ્યા હતા અને ઉજવણી કરી હતી. આ દીવડા દ્વારા ભગવાન શ્રીરામ, દેવી સરસ્વતી, શંખ તેમજ સ્વસ્તિકની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. આ ઉજવણીમાં વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.. 45 લિટર તેલનો ઉપયોગ કરીને 8 હજાર દીવડા પ્રગટાવ્યા હતા. ગ્લોરિયસ સ્કૂલ દ્વારા છેલ્લા 5 વર્ષથી આ પ્રકારે દિવાળી પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવે છે.


