- બાળક ઝાડ પરથી નીટે પટકાતા લાકડુ ફસાયું
- 10 વર્ષીય બાળકના પેટમાં ફસાયો લાકડાનો કટકો
- બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો
રાજકોટમાં માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં બાળકના પેટના ભાગે લાકડાનો કટકો ફસાયો હતો. તેમાં જસદણના હનુમાન ખારચિયા ગામનો બનાવ છે. જેમાં 10 વર્ષીય બાળકના પેટમાં લાકડાનો કટકો ફસાયો હતો.
બાળક ઝાડ પરથી નીટે પટકાતા લાકડુ ફસાયું
બાળક ઝાડ પરથી નીટે પટકાતા લાકડુ ફસાયું હતુ. તેમાં ગંભીર હાલતમાં બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. જસદણના હનુમાન ખારચિયા ગામે વાડી વિસ્તારનો બનાવ છે. તેમાં પરપ્રાંતિયા મજૂરના બાળકને પેટના ભાગે લાકડાંનો કટકો ફસાયો હતો. 10 વર્ષીય બાળક રમતા રમતા ઝાડ ઉપર ચડ્યા બાદ નીચે પટકાતા બાળકને પેટના ભાગે લાકડું ફસાયું હતુ. બાળકને પેટના ભાગે ફસાયેલા લાકડા સાથે ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો છે.
તારને અડી જતા બાળકને કરંટ લાગ્યો
અગાઉ પાદરાના મુજપુર ગામે બનાવ બન્યો હતો. જેમાં તારને અડી જતા બાળકને કરંટ લાગ્યો હતો. 3 વર્ષના બાળકનું મોત થતા પરિવારમાં શોક ફેલાયો હતો. તેમજ તાજેતરમાં પાટણના સમીમાં કરંટ લાગવાને કારણે ત્રણ વર્ષના બાળકનું મોત નીપજ્યુ હતુ. તરેરા ગામમાં ચાલુ મોટરને અડવાને કારણે કરંટ લાગવાને કારણે ત્રણ વર્ષના બાળક સાહિલનું મોત નીપજ્યુ હતુ. અચાનક બનેલા આ બનાવને કારણે પરિવારમાં માતમનો માહોલ છવાયો હતો.
આણંદ જિલ્લાના કિંખલોડના રવિપુરામાં કરંટ લાગવાથી એક બાળકનું મોત
અગાઉ આણંદ જિલ્લાના કિંખલોડના રવિપુરામાં કરંટ લાગવાથી એક બાળકના મોતની ઘટના સામે આવી હતી. શાળાએથી છૂટ્યા બાદ બાળક ખેતરમાં બોર ખાવા ગયો હતો. તે સમયે બાળકને ઝટકા મશીનનો કરંટ લાગવાથી ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જેની જાણ થતા જ સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસને જાણ થતા તાત્કાલીક ધોરણે તે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી.


