ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની મેચમાં ન્યૂઝીલેન્ડની 5 વિકેટે જીત થઈ છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમ 46.4 ઓવરમાં 171 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેથી ન્યૂઝીલેન્ડને જીત માટે 172 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે 23.2 ઓવરમાં 5 વિકેટના નુકસાને ટાર્ગેટ પ્રાપ્ત કર્યો છે.


