- પાકિસ્તાની ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઈ
- ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચ પૂર્ણ થયા પહેલાં આવ્યું પરિણામ
- પાકિસ્તાને સેમીફાઈનલમાં પહોંચવા માટે કરવું પડશે અસંભવ કામ
પાકિસ્તાનની ટીમ વર્લ્ડકપ 2023ના સેમીફાઈનલમાં પહોંચવા માટે મહેનત કરી રહી હતી. આ તમામ વચ્ચે ન્યૂઝીલેન્ડે શ્રીલંકા વિરુદ્ધ મોટી જીત બાદ બાબર આઝમની ટીમ માટે આગળનો રસ્તો ખુબ મુશ્કેલ થયો હતો. આમ છતાં પાકિસ્તાની ટીમ ઓફિશિયલી સેમીફાઈનલમાંથી બહાર થઈ નહતી, પરંતુ ઈંગ્લેન્ડ વિરુદ્ધ અંતિમ લીગ મેચમાં પાકિસ્તાને એવું કરવાનું હતું, જે ક્રિકેટની દુનિયામાં અસંભવ હતું.
પાકિસ્તાન વર્લ્ડકપ 2023માંથી બહાર
પાકિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં 5માં સ્થાને છે. જો આ મેચમાં પાકિસ્તાન ઈંગ્લેન્ડ વિરુદ્ધ જીત મેળવી પણ લેશે, તો પણ તે બહાર થશે. આવું એટલા માટે કારણ કે, સમીકરણ એવા બન્યા છે કે, ટાર્ગેટનો પીછો કરતાં પાકિસ્તાનની ટીમ માટે જે આંકડા બની રહ્યા છે તે, અસંભવ થયા છે. જો ઈંગ્લેન્ડની ટીમ આ મેચમાં 300 રન બનાવશે, તો પાકિસ્તાને 6.1 ઓવરમાં ટાર્ગેટ પ્રાપ્ત કરવો પડશે. મોર્ડન ક્રિકેટમાં આ નામુમકિન છે. કારણ કે, એક ઓવરમાં વધુમાં વધુ માત્ર 36 રન જ બની શકે છે.
પાકિસ્તાન માટે શું હોય શકે છે ટાર્ગેટ?
- ઈંગ્લેન્ડ 20 રન બનાવે, તો પાકિસ્તાને 1.3 ઓવરમાં મેળવવી પડશે જીત
- ઈંગ્લેન્ડ 50 રન બનાવે, તો પાકિસ્તાને 2 ઓવરમાં જીતવી પડશે મેચ
- ઈંગ્લેન્ડ 100 રન બનાવે, તો પાકિસ્તાને 2.5 ઓવરમાં જીતવી પડશે મેચ
- ઈંગ્લેન્ડ 150 રન બનાવે, તો પાકિસ્તાને 3.4 ઓવરમાં જીતવી પડશે મેચ
- ઈંગ્લેન્ડ 200 રન બનાવે, તો પાકિસ્તાને 4.3 ઓવરમાં જીતવી પડશે મેચ
- ઈંગ્લેન્ડ 300 રન બનાવે, તો પાકિસ્તાને 6.1 ઓવરમાં જીતવી પડશે મેચ
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમીફાઈનલ
હવે આ પ્રકારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે એક વખત ફરી સેમીફાઈનલ મેચ રમવામાં આવશે. વર્ષ 2019માં પણ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમીફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમની હાર થઈ હતી. જેથી આ વખતે ટીમ ઈન્ડિયા હારનો બદલો લેવા માટે મેદાને ઉતરશે. ભારતીય ટીમની સેમીફાઈનલ મેચ ન્યૂઝીલેન્જ વિરુદ્ધ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 15 નવેમ્બરે રમવામાં આવશે. જો પાકિસ્તાની ટીમ સેમીફાઈનલમાં પહોંચશે, તો ભારત અને પાકિસ્તાન વચ્ચે સેમીફાઈનલ મેચ 16 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમવામાં આવશે. જો કે, હવે પાકિસ્તાન માટે સેમીફાઈનલમાં પહોંતવાનો રસ્તો બંધ થયો છે.


