- મહિલા છઠ્ઠા માળેથી નીચે પડી
- નીચે બેઠેલા યુવકના માથે સીધી જઈને પટકાઈ
- યુવાન અને મહિલા બંનેને ઈજા પહોંચતા સારવાર હેઠળ
નવસારીમાં એક અજીબ ઘટના બનવા પામી છે. અહીં એક મહિલા વૈભવ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી નીચે પટકાઈ હતી, જો કે તે નીચે રહેલા યુવકની માથે પટકાઈ હતી. આ ઘટનામાં મહિલાનો ચમત્કારિક બચાવ થયો હતો. જો કે યુવકને પણ ઈજાઓ પહોંચી હતી. હાલ બંનેને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
નવસારી શહેરમાં આવેલા શાકભાજી માર્કેટ વિસ્તારમાં એક અજીબ ઘટના બનવા પામી છે. આ ઘટનાની માહિતી અનુસાર નવસારી નગરપાલિકા નજીક આવેલા વૈભવ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેની અગાસીમાં ઉભેલી મહિલા અચાનક નીચે પડી હતી. ત્યારે એક યુવાન નીચે રોડ બાજુ બેઠો હતો જેના પર આ મહિલા સીધી જઈને પટકાઈ હતી.
આ ઘટનામાં મહિલાનો હાલ ચમત્કારિક બચાવ થવા પામ્યો છે. જો કે નીચે બેઠેલા યુવક અને મહિલા બંનેને ઈજાઓ થવા પામી હતી. ઘટનામાં યુવક અને મહિલાને બંને ઇજા પહોંચતા સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હાલ આ બંને ઘાયલોની સારવાર ચાલી રહી છે.
આ અજીબ ઘટનાની જાણકારી નવસારી પોલીસને મળતા પોલીસ સ્ટાફ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને આ મામલે કાયદેસરની કાર્યવાહી કરીને આગળની તપાસ હાથ ધરી છે. જો કે હાલ આ બંને ઘાયલોને પોતાની દિવાળી હોસ્પિટલમાં જ ઉજવવી પડે એવી શક્યતાઓ દેખાઈ રહી છે.


