- ભારત આતંકવાદને કોઈ રીતે સમર્થન નહીં આપે
- 18 રાષ્ટ્ર મતદાનથી અળગા રહ્યા, મૌન સેવી લીધુ
- ગાઝાની પરિસ્થિતિ સૌથી ખરાબ, લોકોમાં ફફડાટ
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સતત ચાલી રહેલા યુદ્ધમાં દિવસે દિવસે નવી જાણકારી સામે આવી રહી છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકોનાં મોત નીપજ્યા છે. યુદ્ધના આ માહોલ વચ્ચે પેલેસ્ટાઈનમાં ઈઝરાયેલની વસતીની વિરૂદ્ધમાં સંયુક્ત રાષ્ટ્રમાં એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. જેમાં ભારતે આ પ્રસ્તાવનું સમર્થન કર્યું છે. જોકે, આ પ્રસ્તાવનો અમેરિકા, કેનેડા સહિત સાત રાષ્ટ્રએ વિરોધ કર્યો હતો. મતદાન થયું એ સમયે કુલ 18 રાષ્ટ્ર હાજર રહ્યા ન હતા. પ્રસ્તાવના પક્ષમાં કુલ 88 મત મળ્યા હતા.
ઈઝરાયેલે કબજો જમાવી રાખ્યો
પૂર્વ જેરૂસલેમ અને સીરીયન ગોલાન વિસ્તાર જે પેલેસ્ટાઈનની માલિકીપણા હેઠળ હોવા છતાં ઈઝરાયેલે કબજો પોતાનો જમાવી રાખ્યો છે. જેની ટીકા કરતો આ ઠરાવ છે. ગાઝા વિસ્તારમાં આવેલી સૌથી મોટી હોસ્પિટલ નજીક ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના ભીષણ યુદ્ધમાં તબીબી સારવાર વેન્ટિલેટર પર પહોંચી છે. મેડિકલ સર્વિસને માઠી અસર થતા હોસ્પિટલ બંધ કરવાની ફરજ પડી છે. ઈઝારેયલના રાષ્ટ્રપતિ બેન્જામીન નેતન્યાહૂએ તારીખ 7 ઑક્ટોબરના રોજ હમાસે કરેલા અપહરણમાં 240 જેટલા નાગરિકોને છોડવામાં નહીં આવે તો હોસ્પિટલ અને એની આસપાસના વિસ્તારમાં કોઈ યુદ્ધ બંધ નહીં થાય એવી જાહેરાત કરી દીધી છે. આ એલાન સામે હમાસના આકાઓએ પણ પોતાની રણનીતિ બદલી નાંખી છે.
કોઈ બાંધછોડ નહીં કરાય
પ્રસ્તાવ મુદ્દે ભારતે એવી સ્પષ્ટતા કરી હતી કે, આતંકવાદના મુદ્દે કોઈ રીતે બાંધછોડ કરવામાં નહીં આવે. ભારતે આપેલા મતને સમજવા જેવો છે. ભારતના ઉપ સ્થાયી પ્રતિનિધિ. યોજના પટેલે કહ્યું હતું કે, અમારી સંવેદના બંધકો સાથે છે. તેઓ તાત્કાલિક ધોરણે મુક્ત થાય એવી અમે કામના કરી રહ્યા છીએ. ભારત હંમેશા ઈઝરાયેલ-પેલેસ્ટાઈન મુદ્દે વાટાઘાટો દ્વારા દ્વિ-રાષ્ટ્રના સિદ્ધાંતમાં વિશ્વાસ રાખે છે. ઈઝરાયેલ સાથે શાંતિથી સુરક્ષિત અને માન્ય સરહદોની અંદર રહેતા પેલેસ્ટાઇનનું સાર્વભૌમ, સ્વતંત્ર અને વ્યવહારુ રાજ્ય સ્થાપિત કરવું. તારીખ 7 ઓક્ટોબરના હુમલા બાદ તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હમાસના હુમલાને “આતંકવાદી” કાર્યવાહી ગણાવી હતી.
ભારતે નિંદા કરી હતી
ભારતે આ ઘટનાની નિંદા કરી હતી. ભારતના ઈઝરાયેલ સાથે સતત સારા સંબંધો રહ્યા છે. આ ઠરાવ યુએનના ઠરાવમાં ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે “તાત્કાલિક, ટકાઉ અને સતત યુદ્ધવિરામ” માટે બોલાવ્યાના થોડા અઠવાડિયા પછી આવ્યો છે. ભારતે તે ઠરાવ પર મતદાન કરવાથી દૂર રહી હતી. નોંધનીય છે કે બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લોકોના મોત થયા છે. ઈઝરાયેલ પર હમાસના હુમલા બાદ યુદ્ધ શરૂ થયું હતું. જોકે, બન્ને બાજુથી થઈ રહેલી હિંસક પ્રવૃતિ અંગે પરિણામ સુધી પહોંચવા માટે બન્ને પક્ષો પોતપાતની શરતો મૂકી રહ્યા છે.


