- આ હર્બલ રમતને જોવા દર્શકો ખૂબ દૂરથી આવે છે
- કેટલાય વર્ષથી કોઈ મોટી ઘટના કે ગંભીર ઈજા પહોંચી નથી
- સાવરકુંડલાનું ગૌરવ ઇંગોરિયાની લડાઈ છે
સો વર્ષથી સાવરકુંડલામાં ઇંગોરીયાની લડાઈ રમવામાં આવી રહી છે. આ હર્બલ રમતને જોવા દર્શકો ખૂબ દૂરથી આવે છે. યુદ્ધ જેવા દ્રશ્યો અને રોમાંચિત થઈ જવાય એવી અનુભૂતિ આ ઈંગોરિયાની લડાઈમાં અનુભવવા મળે છે.
સળગતા ઇંગોરીયા એકબીજા ગ્રુપની માથે ફેકવાની આ રમત
સાવરકુંડલા શહેરમાં છેલ્લા 100 વર્ષથી ઇંગોરિયાની રમત એટલે કે ઈંગોરીયાની લડાઈ રમાય છે. જેમાં તદ્દન હર્બલ અને નિર્દોષ આ રમત છે. આ રમતમાં દિવાળીની દિવસે રાત્રે 10:00 વાગ્યાથી 2:00 વાગ્યા સુધી રમત શહેરના દેવડા ગેઇટ અને નાવલી ચોકમાં રમવામાં આવી છે. સળગતા ઇંગોરીયા એકબીજા ગ્રુપની માથે ફેકવાની આ રમત છે. જોકે અત્યાર સુધીમાં આ લડાઈમાં કોઈ જાનહાનિ કે દાઝ્યું નથી એ રમતની વિશેષતા છે. ત્યારે સાવરકુંડલા શહેરમાં ત્રીજી ત્રીજી પેઢીથી રમી રહેલા અને જેને ઘરે મહેમાનો આ રમતને જોવા આવેલા એવા એક યુવાને પોતાની અનુભૂતિ જણાવતા કહે છે કે…સાવરકુંડલા શહેરની ઇંગોરિયાની લડાઈ અને ઇંગોરિયાની રમતે હવે કોકડાએ સ્થાન લીધું છે એ અનુભૂતિ કરવા માટે શહેરના નવનિયુક્ત આ વિસ્તારના ધારાસભ્ય મહેશ કસવાળાની આ પહેલી દિવાળીની અનુભૂતિ તેમણે જણાવી હતી. આ રમત ધારાસભ્ય પણ રમ્યા ત્યારે સાવરકુંડલા શિવાકાશીથી કંઈક કમ નથી. સાવરકુંડલાનું ગૌરવ ઇંગોરિયાની લડાઈ છે નિર્દોષ રમત છે.
કેટલાય વર્ષથી કોઈ મોટી ઘટના કે ગંભીર ઈજા પહોંચી નથી
સાવરકુંડલા શહેરમાં આ યુદ્ધના દ્રશ્યો જેવી દેખાય એ ઈંગોરીયા કોકડાના યુદ્ધની રમત દેખાય છે. તે જોખમી નથી અને હર્બલ છે અને ભાઈચારાના ભાવથી રમત રમાય છે. કાયદો વ્યવસ્થાની વાત કરીએ તો 100 ઉપરાંત પોલીસ કર્મીઓ બે પીએસઆઇ એક પી.આઈ એક ડિવાઇસપી, હોમગાર્ડ અને લેડીઝ પોલીસનો કાફલો સમગ્ર શહેરના દેવડા ગેટ મણીભાઈ ચોક અને નાવલી ચોકી આસપાસ ગોઠવી દેવામાં આવ્યો હતો. તથા ફાયર ફાઈટર સતત પેટ્રોલિંગ કરે છે. મેડિકલ ટીમ પણ તેનાત છે. જોકે છેલ્લા કેટલાય વર્ષથી કોઈ મોટી ઘટના કે ગંભીર ઈજા પહોંચવાના પ્રસંગો બન્યા નથી એ આ રમતની વિશેષતા છે.


