- છેલ્લા ત્રણ દિવસમાં ફટાકડાના કારણે આગ લાગવાના ફાયરને 206 કોલ મળ્યા
- નવરંગપુરામાં આગની એક ઘટનામાં બે ફાયરકર્મીને સામાન્ય ઈજા પહોંચી
- બોપલમાં આવેલ ફ્લેટમાં 11મા માળે ગેલેરીમાં રોકેટ પડતાં આગ લાગી હતી
દિવાળીના તહેવારોમાં ફ્ટાકડાના કારણે આગ લાગવાની સંખ્યાબંધ ઘટનાઓ બનતી હોય છે. અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસમાં ફયરબ્રિગ્રેડને આગના કુલ 206 કોલ મળ્યા હતા. જેમાં દિવાળીની રાત્રે 10 થી સવારે છ વાગ્યા સુધીમાં 88 જેટલા કોલ મળ્યા હતા. તેમજ દિવાળીના દિવસે કુલ 137 કોલ મળ્યા હતા. જ્યારે ધનતેરસના દિવસે 28 કોલ અને કાળીચૌદશના દિવસે 42 કોલ ફાયરબ્રિગ્રેડને મળ્યા છે.
આ ઉપરાંત શહેરમાં જુદી-જુદી જગ્યાઓ પર આગની ઘટના બનતા નવરંગપુરામાં લાગેલ એક આગની ઘટનામાં બે ફયરકર્મીઓને સામાન્ય ઇજા થઈ હતી. ત્યારે ખુલ્લા પ્લોટ અને ઘરના મકાનની ગેલેરીમાં આગ લાગવાના બનાવો સામે આવ્યા છે. દિવાળીમાં ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમ પાસેથી મળતી માહિતી મુજબ, આગની ઘટનાઓમાં સૌથી વધારે ખુલ્લા પ્લોટમાં અને કચરામાં આગ લાગવાના બનાવો વધુ છે.
તેમજ વાસણામાં સ્વામિનારાયણ પાર્ક-3 ની પાછળ આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં ફટાકડાના કારણે મોડી રાત્રે ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી, જેમાં ઝાડી-ઝાંખરા અને કચરો સહિતની વસ્તુઓ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અડધો કિલોમીટર દૂર સુધી આ આગના ધુમાડા જોવા મળ્યા હતા. ત્યારે આસપાસના લોકોએ ફયરબ્રિગ્રેડને જાણ કરતા ફાયરની સાત ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારે ઘટનાની જાણ સ્થાનિક ધારાસભ્ય અમિત શાહને થતાં તાત્કાલિક તેઓ ત્યાં પહોંચી ગયા હતા. ફ્લેટમાં લાગેલી ફયર સિસ્ટમનો યોગ્ય ઉપયોગ કરીને આગને કાબુમાં લેવામાં આવી હતી.
જો કે નવરંગપુરામાં પણ એક આગ લાગતા તેમાં બે ફયરકર્મીઓને સામાન્ય ઇજાઓ થઇ હતી. જો કે આગના બનાવમાં ક્યાંય પણ કોઈ મોટી જાનહાનિ થઈ નથી. દિવાળીમાં લોકો રોકેટ ફેડતા હોય છે ત્યારે ફ્લેટના મકાનની ગેલેરીમાં જાળીઓ લગાવેલી હોવાથી ફ્ટાકડો તેની પર પડતા તુરંત જ આગ લાગે છે.
દિવાળીની રાત્રે બે મકાનમાં વેલ અને અન્ય જાળીઓ લગાવી હોવાથી તેની પર ફ્ટાકડો પડતા આગ લાગતા ગેલેરી બળીને ખાખ થઇ ગઇ હતી. શહેરમાં નિકોલ, નરોડા, બહેરામપુરા, દાણીલીમડા, વાસણા, સરખેજ, જુહાપુરા, બોપલ, ઓઢવ સહિતના વિસ્તારોમાં કચરામાં આગ લાગવાની ઘટના બની હતી. આમ દિવાળીની રાત્રે વાયર બ્રિગેડ ની ગાડીઓ સતત રોડ ઉપર દોડતી જોવા મળી હતી


