- રેલવે વિભાગે ક્રિકેટ પ્રેમીઓને આપી ભેટ
- વર્લ્ડકપ ફાઈનલને લઈ 2 વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય
- 19 નવેમ્બરે રમવામાં આવશે વર્લ્ડકપની ફાઈનલ મેચ
અમદાવાદ શહેરમાં રમાનારી વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચને લઈ રેલવે વિભાગે 2 વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચને પગલે મુંબઈથી અમદાવાદ વચ્ચે આ વિશેષ ટ્રેન દોડાવાશે. આ ટ્રેન 19 અને 20 નવેમ્બરે દોડાવવામાં આવશે. આ ટ્રેનને દાદર, બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને વડોદરામાં સ્ટોપેજ આપવામાં આવ્યું છે. રેલવે વિભાગે જે 2 વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે, તેમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, સ્લીપર અને એસી ઇકોનોમી ક્લાસ જોવા મળશે.
18 નવેમ્બરે વિશેષ ટ્રેન દોડાવાનો નિર્ણય
રેલવે વિભાગે ક્રિકેટપ્રેમીઓને વિશેષ ટ્રેન દોડાવાની ભેટ આપી છે. 18 નવેમ્બરે મુંબઈથી અમદાવાદ માટે વિશેષ ટ્રેન દોડાવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન નંબર 09001 મુંબઈ સેન્ટ્રલથી રાત્રે 11.20એ ઉપડશે. બીજી ટ્રેન નંબર 09049 મુંબઈ સેન્ટ્રલથી રાત્રે 11.55એ ઉપડશે અને 20 નવેમ્બરે બપોરે 4 વાગ્યા ટ્રેન નંબર 09002 અને ટ્રેન નંબર 09050 સવારે 6.20 કલાકે અમદાવાદથી મુંબઈ માટે ઉપડશે.
ક્રિકેટની ફાઈનલ મેચને લઇને મેટ્રો ટાઇમ વધારાશે
અમદાવાદમાં વર્લ્ડકપની ફાઈનલ મેચને લઇને મેટ્રો ટાઇમ વધારશે. જેમાં રવિવારે રાત્રે 1 વાગ્યા સુધી મેટ્રો ચાલુ રહેશે. તેમજ સવારે 6.20થી રાત્રિનાં 1 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન શરૂ રહેશે. ઓસ્ટ્રેલિયાની ટીમ તાજ સ્કાયલાઈનમાં રોકશે. જેથી હોટલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ હોટેલમાં વિશેષ તૈયારીઓ કરાઇ છે. 1975થી લઈને 2019 સુધીના તમામ વિજેતા ટીમનાં પોસ્ટર પણ મુકાયા છે. તેમજ કાર્ડબોર્ડથી સ્ટેડિયમ પણ તૈયાર કરાયું છે.


