- ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી PM રિચાર્ડ માર્લ્સ રહેશે હાજર
- અમિતાભ – રજનીકાંત જેવા મેગાસ્ટાર બનશે મહેમાન
- ક્રિકેટ અને બોલિવુડ જગતના ઘણાં સ્ટાર રહેશે હાજર
જેની દરેક ક્રિકેટ રસિકો દ્વારા આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી તે વર્લ્ડ કપ ફાઈનલને હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યાં અમદાવાદમાં તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લાઈવ મેચ નિહાળશે તો 100 કરતા વધુ VIP અને VVIP નો જમાવડો થશે.
રવિવારે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ છે. જેના માટે મોટી સંખ્યામાં સ્ટાર ક્રિકેટરથી લઈ ફિલ્મ સ્ટાર અને રાજકીય નેતાઓ અમદાવાદમાં પહોંચશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સ્ટેડિયમમાં હાજર રહેશે. આ ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી PM રિચાર્ડ માર્લ્સ હાજર રહેશે. તેમજ અમિતાભ- રજનીકાંત જેવા મેગાસ્ટાર અમદાવાદના મહેમાન બનશે.
આ દરમિયાન મેચમાં સિંગર અને કમ્પોઝર પ્રીતમનું લાઈવ પર્ફોમન્સ કરવા જઈ રહ્યો છે. તેમજ ફિલ્મ સ્ટાર વિકી કૌશલ, સિદ્ધાર્થ મલ્હોત્રા, શાહિદ કપૂર હાજર રહેશે. તો રણબીર કપૂર, સારા અલી ખાન પણ ઉપસ્થિત રહેશે. જ્યારે ક્રિકટરમાં સચિન તેંડુલકર, યુવરાજસિંહ, સહેવાગ, ધોની પણ હાજર રહેશે. તેમજ ઘણાં ભૂતપૂર્વ ક્રિકેટરો પણ મેચ જોવા માટે પહોંચી શકે છે.
તેમજ ફાઈનલમાં સેરેમનીની શરુઆત ‘સેલ્યુટ ફ્રોમ સ્કાય’ IAF સૂર્યકિરણ એરોબિક ટીમનો શો હશે. પહેલીવાર એકસાથે 9 હોક્સ ઉડાન ભરશે અને વર્ટિકલ એરોબિક શો પ્રદર્શિત કરશે. આ પર્ફોરમન્સ 12.30 વાગ્યે 10 મિનિટ માટે થશે. આ એર શોને વિંગ કમાન્ડર સિદેશ કાર્તિક દ્વારા લીડ કરવામાં આવશે. આ એર શો દ્વારા ન્યૂ ઇન્ડિયાને સલામી અપાશે. સાંજના 5.30 વાગ્યે 15 મિનિટ માટેનું એક પર્ફોમન્સ યોજાશે. આ દિવસે એક હિસ્ટોરિક ઈવેન્ટ બનશે. પહેલીવાર વર્લ્ડકપના ફાઈનલ મેચના દિવસે વર્લ્ડકપ વિનિંગ કેપ્ટનને સન્માનિત કરવામાં આવશે. નમો સ્ટેડિયમમાં BCCI દ્વારા આ તમામ કપ્તાનોનું સન્માન કરવામાં આવશે.
મહત્વનું છે કે આ મેચમાં બોલિવૂડનો લોકપ્રિય ગાયક પ્રિતમ પોતાના 500 સિંગર્સ અને ડાન્સર્સની ટીમ સાથે થીમ જશ્ન પર લાઈવ પરફોર્મ કરશે. સ્ટેડિયમમાં દર્શકોને અદ્દભૂત અનુભવ આપવા પ્રિતમ અને તેની સાથે ગાયકોની ટીમ ફિલ્ડની આસપાસ 360 લેપ ફરતે પરફોર્મ કરશે. આ દરમિયાન દેવા દેવા, કેસરીયા, લેહરા દો, જીતેગા જીતેગા, નગાડા નગાડા, ધુમ મચાલે, દંગલ અને થીમ સોંગ દિલ જશ્ન જશ્ન બોલે પર પરફોર્મન્સ ચાલશે. બીજી ઈનિગ્સના ડ્રિન્ક્સ બ્રેક દરમિયાન 90 સેકન્ડનો આકર્ષક લાઈટ અને લેઝર શો થશે. આ ઉપરાંત લાઈટ અને લેઝર શો દરમિયાન સ્ટેડિયમની છત રંગબેરંગી દેખાશે. મેચના અંતે 1200 ડ્રોનની મદદથી મનમોહક ડ્રોન શો યોજાશે,. જેના પછી આતશબાજીની સાથે ડ્રોનની મદદથી ટ્રોફી અને ચેમ્પિયન ટીમનું નામ પણ દર્શાવાશે.


