- શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાએ એક વિચિત્ર નિવેદન આપ્યું
- શ્રીલંકન ક્રિકેટના પતન માટે જય શાહને જવાબદાર ગણાવ્યા હતા
- શ્રીલંકાની સરકારે BCCIના સચિવ જય શાહની પર ઔપચારિક રીતે માફી માંગી
શ્રીલંકાની સરકારે ભૂતપૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાની હાસ્યાસ્પદ ટિપ્પણી પર એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહની પર ઔપચારિક રીતે માફી માંગી છે. ઉલ્લેખનીય છે કે શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાએ એક વિચિત્ર નિવેદન આપ્યું હતું અને શ્રીલંકન ક્રિકેટના પતન માટે જય શાહને જવાબદાર ગણાવ્યા હતા.
રણતુંગાએ શું કહ્યું?
રણતુંગાએ કહ્યું હતું કે, ‘શ્રીલંકા ક્રિકેટ (SLC)ના અધિકારીઓ અને જય શાહ વચ્ચેના સંબંધોને કારણે SLC પીડાય છે. BCCI વિચારે છે કે તેઓ SLCને કચડી શકે છે અને તેને નિયંત્રિત કરી શકે છે. જય શાહ શ્રીલંકા ક્રિકેટ ચલાવે છે. જય શાહના દબાણના કારણે SLC બરબાદ થઈ રહી છે. ‘ભારતનો એક વ્યક્તિ શ્રીલંકાના ક્રિકેટને બરબાદ કરી રહ્યો છે. તે માત્ર તેના પિતાના કારણે શક્તિશાળી છે જે ભારતના ગૃહમંત્રી છે.’
શ્રીલંકાની સરકારે ખેદ વ્યક્ત કર્યો
શુક્રવારે સંસદીય સત્ર દરમિયાન શ્રીલંકન સરકારના બે મંત્રીઓ હરિન ફર્નાન્ડો અને કંચના વિજેસેકેરાએ રણતુંગાના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જવાબદારી બહારની સંસ્થાઓને બદલે શ્રીલંકાના પ્રશાસકોની છે. મંત્રી વિજેસેકેરાએ કહ્યું હતું કે, ‘એક સરકાર તરીકે અમે એશિયન ક્રિકેટ કાઉન્સિલના વડા જય શાહ સમક્ષ અમારું દિલગીરી વ્યક્ત કરીએ છીએ. અમે એશિયન ક્રિકેટ કાઉન્સિલના વડા અથવા અન્ય દેશોની સંસ્થાઓની ખામીઓ માટે આંગળી ચીંધી શકીએ નહીં આ ખોટી છે તે એક ધારણા છે.’
મંત્રી વિજેસેકેરાએ કહ્યું હતું કે, ‘એક સરકાર તરીકે અમે એશિયન ક્રિકેટ કાઉન્સિલના વડા જય શાહ સામે અફસોસ વ્યક્ત કરીએ છીએ. અમે એશિયન ક્રિકેટ કાઉન્સિલના સેક્રેટરી અથવા અન્ય દેશોને તેમની સંસ્થાઓની ખામીઓ માટે રોકી શકતા નથી. આ ખોટી છે તે એક ધારણા છે.’
આ અંગે ચેતવણી આપી
આ દરમિયાન પર્યટક મંત્રી હરિન ફર્નાન્ડોએ જણાવ્યું હતું કે પ્રમુખ રાનિલ વિક્રમસિંઘેએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ સાથે ICC દ્વારા શ્રીલંકન ક્રિકેટ પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવવા માટે વાત કરી છે. મંત્રી હરિન ફર્નાન્ડોએ ચેતવણી આપી હતી કે ICC પ્રતિબંધના દેશ માટે પ્રતિકૂળ પરિણામો આવી શકે છે. ખાસ કરીને કારણ કે તે આવતા વર્ષે જાન્યુઆરીમાં યોજાનાર આગામી અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ પર અસર કરશે. ‘જો ICCનો પ્રતિબંધ હટાવવામાં નહીં આવે તો કોઈ પણ ટૂર્નામેન્ટ માટે શ્રીલંકાની મુલાકાત લેશે નહીં. શ્રીલંકાને ક્રિકેટ ટૂર્નામેન્ટમાંથી એક પૈસો પણ નહીં મળે.’


