- પરિવારજનોએ ખરાબ સંગત બાબતે ઠપકો આપ્યો હતો
- 18 ઓક્ટોબરે કર્યો હતો આપઘાતનો પ્રયાસ
- એક મહિનાની સારવાર બાદ યુવકનું મોત
સુરતમાં લિંબાયતમાં યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ પાછળનું કારણ તપાસ કરવામાં આવ્યું તો જાણવા મળ્યું છે કે પરિવાર જનોએ યુવકને ખરાબ સંગતને લઈને યુવકને ઠપકો આપ્યો હતો. ઠપકો મળવાના કારણે યુવકને લાગી આવ્યું હતું. આ પછી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
યુવકનું સારવાર દરમિયાન થયું મોત
પરિવારજનોના ઠપકાના કારણે યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો અને પછી તેની તબિયત ખરાબ થતાં તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. આ સમયે તેનું મોત થયું હતું. લિંબાયચના યુવકનું મોત થયું હતું. આ યુવકનું નામ ઝુબેર શેખ અભિષેક માર્કેટમાં કામ કરતો હતો. સાડી કટિંગનું કામ કરતા યુવકનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે 18 ઓક્ટોબરના રોજ યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એક મહિનાની લાંબી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.


