- જમ્મુ કાશ્મીરના પુલવામામાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણ
- આતંકીઓએ શરૂ કર્યો ગોળીબાર
- સેનાએ જવાબી કાર્યવાહી કરતા એક આતંકી ઠાર
જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક આતંકી ઠાર મરાયો છે. અરિહાલ વિસ્તારના ન્યૂ કોલોનીમાં સુરક્ષાદળો દ્વારા બગીચામાં આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કર્યા બાદ આતંકીઓએ ગોળીબારી કર્યો હતો. જો કે સુરક્ષાદળો દ્વારા જડબાતોડ જવાબી કાર્યવાહી કરી હતી.
સેના-આતંકીઓ વચ્ચે અથડામણ
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના અરિહાલમાં ગઈકાલે મોડી રાત્રે એટલે કે 30મી નવેમ્બરે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. અધિકારીઓએ આ માહિતી આપી હતી. માહિતી અનુસાર, ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર દ્વારા સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત સુરક્ષા દળોએ ઘેરી લીધું અને સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો.
કલાકો સુધી થયુ ફાયરિંગ
અધિકારીઓના જણાવ્યા અનુસાર, જિલ્લાના અરિહાલ વિસ્તારની નવી કોલોનીમાં આવેલા બગીચાઓમાં સુરક્ષા દળોએ આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કર્યા બાદ આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. સુરક્ષા દળોએ પણ આતંકવાદીઓના ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો હતો. બંને પક્ષો વચ્ચે કેટલાક કલાકો સુધી ગોળીબાર થયો હતો.
એક આતંકી ઠાર
સેના અને પોલીસના ઓપરેશનમાં પુલવામામાં એક આતંકી ઠાર મરાયો છે. આ સાથે સેનાએ હથિયારો અને તેમના ઠેકાણાઓને પણ નષ્ટ કરી દીધા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીની ઓળખ અને જૂથ અંગે હાલ જાણી શકાયું નથી. હજુ સુધી આ અથડામણમાં સુરક્ષા દળોના કોઈ ઘાયલ થયા હોવાની કોઈ માહિતી નથી. સર્ચ ઓપરેશન ચાલુ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 22 નવેમ્બરે જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના બે અધિકારીઓ અને એક જવાન શહીદ થયા હતા.


