- નવી નવી યોજનાઓ દરેક લોકો સુધી પહોંચી છે: ઋષિકેશ પટેલ
- જેમ આશા હતી તેવા પરિણામો આવ્યા છે
- દરેક ઘરમાં ભાજપ અને મોદી સરકારનું કામ પહોંચ્યુ
લોકસભા પહેલા આજે 4 રાજ્યોનું ચૂંટણી પરિણામ છે. 4 રાજ્યોમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણાનું પરિણામ આજે આવશે તો મિઝોરમ વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવતીકાલે એટલે કે 4 ડિસેમ્બરે આવશે.
નવી નવી યોજનાઓ દરેક લોકો સુધી પહોંચી છે: ઋષિકેશ પટેલ
પરિણામ પર સરકારના પ્રવકતા ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં ઋષિકેશ પટેલ જણાવ્યું છે કે જેમ આશા હતી તેવા પરિણામો આવ્યા છે. પરિણામો ખૂબ સારા છે. દરેક ઘરમાં ભાજપ અને મોદી સરકારનું કામ પહોંચ્યુ છે. નવી નવી યોજનાઓ દરેક લોકો સુધી પહોંચી છે. દેશ PM મોદીને ચાહે છે. તેમજ વિજય નિશ્ચિત જ છે. લોકસભા પહેલા આજે 4 રાજ્યોનું ચૂંટણી પરિણામ છે. 4 રાજ્યોમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણાનું પરિણામ આજે આવશે તો મિઝોરમ વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવતીકાલે એટલે કે 4 ડિસેમ્બરે આવશે.
મિઝોરમનો કાર્યકાળ ડિસેમ્બરમાં સમાપ્ત થઈ રહ્યો છે
આ વર્ષે, મિઝોરમ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી, જેને 2024ની લોકસભા ચૂંટણીની સેમીફાઈનલ તરીકે જોવામાં આવી રહી છે. જો કે, ભારતના ચૂંટણી પંચે મિઝોરમ માટે મત ગણતરીની તારીખમાં સુધારો કર્યો છે, જ્યાં મતદાન 7 નવેમ્બરના રોજ થયું હતું. જ્યારે મધ્ય પ્રદેશમાં 17 નવેમ્બરે મતદાન થયું હતું. રાજસ્થાન અને તેલંગાણામાં અનુક્રમે 25 નવેમ્બર અને 30 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થયું હતું. છત્તીસગઢમાં 7 નવેમ્બર અને 17 નવેમ્બરે મતદાન થયું હતું. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં 16 કરોડથી વધુ લોકોએ મતદાન કર્યું હતું. છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણા વિધાનસભાનો કાર્યકાળ આવતા વર્ષે જાન્યુઆરીમાં સમાપ્ત થઈ રહ્યો છે, જ્યારે મિઝોરમનો કાર્યકાળ ડિસેમ્બરમાં સમાપ્ત થઈ રહ્યો છે.


