- ભમાસરા પાટીયા પાસે વહેલી સવારે અકસ્માત થયો
- અન્ય બે ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે
- ગાડી નં. GJ-10-DE-5621ને અકસ્માત થયો
અમદાવાદમાં અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. જેમાં ભમાસરા પાટીયા પાસે વહેલી સવારે અકસ્માત થયો છે. ટ્રક પાછળ કાર ઘુસી જતા અકસ્માત થયો છે. તેમાં અન્ય બે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
આજે વહેલી સવારે ભયાનક અકસ્માત થયો
ભમાસરા પાટીયા પાસે આજે વહેલી સવારે ભયાનક અકસ્માત થયો છે. તેમાં અર્ટીકા ગાડી આગળ ઉભેલ ટેલરમાં ધુસતા અકસ્માત થયો છે. અકસ્માતમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા છે. તેમજ બે લોકો ઘાયલ થયા છે. ધાયલોને બગોદરાની 108 દ્વારા દવાખાને લઇ જવાયા છે. અકસ્માતમાં ભોગ બનનાર કયાના છે તેની માહિતી મળી નથી. પણ ગાડી નં. GJ-10-DE-5621 છે.

ગોજારા અકસ્માતમાં 10 લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યાં
અગાઉ અમદાવાદ-બગોદરા હાઇવે પર સર્જાયેલા ગોજારા અકસ્માતમાં 10 લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. અકસ્માતમાં 2 પુરુષ, 5 મહિલા, 3 બાળકોનાં મોત નિપજ્યાં હતા. પરંતુ આ અકસ્માતમાં બે બાળકીનો આબાદ બચાવ થયો હતો. કહેવત છે ને કે, રામ રાખે એને કોણ ચાખે. અમદાવાદ બગોદરા હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં 10 લોકોનાં મોત નિપજ્યાં હતા, પરંતુ બે બાળકીને ઘસરકો પણ આવ્યો ન હતો. અકસ્માતમાં બે બાળકીનો આબાદ બચાવ થયો હતો.


