- ઘટનાને લઈ SITની તપાસ ગોકળગાયની ગતિએ
- ગત સાંજે SITને રિપોર્ટ કલેક્ટરને સોંપવાનો હતો આદેશ
- સુરત કલેક્ટરનો આદેશ છતાં તપાસમાં ઢીલ
સુરતનો એથર અગ્નીકાંડ કેસમાં કુલ 9 લોકોના મોત થયા છે. જેમાં ઘટનાને લઈ SITની તપાસ ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. ગત સાંજે SITને રિપોર્ટ કલેક્ટરને સોંપવાનો આદેશ હતો. ત્યારે સુરત કલેક્ટરનો આદેશ છતાં તપાસમાં ઢીલ જોવા મળી છે.
પ્રાથમિક અહેવાલ સાત દિવસમાં તૈયાર થઇ શક્યો નથી
પ્રાથમિક અહેવાલ સાત દિવસમાં તૈયાર થઇ શક્યો નથી. FSLની ટીમ ગત રોજ સુરત પોલીસ કમિશનરને મળી હતી. સુરતના સચિન GIDC સ્થિત એથર કેમિકલ મિલમાં આગના મામલે હજી પણ ઈજાગ્રસ્ત શ્રમિકોને ન્યાય મળી રહ્યો નથી. સચિન GIDC માં આવેલી એથર કેમિકલ મિલમાં અગાઉ બ્લાસ્ટ સાથે આગ લાગી હતી. જેમાં 9 જેટલાં શ્રમિકો હોમાય ગયા હતા.બાદ GPCBએ એથર ઈન્ડસ્ટ્રીઝને ક્લોઝર નોટિસ ફટકારી હતી. સાથે કંપનીને 50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આગની દુર્ઘટનામાં નબળી કામગીરી બદલ ઉધના મામલતદાર પાસેથી ચાર્જ છીનવાયો હતો.
GPCBએ ફટકારી છે નોટિસ
એથર કંપનીમાં આગની દુર્ઘટનાની તપાસ માટે કલેક્ટરે કમિટીની રચના કરી હતી. GPCB, ફાયર વિભાગ, ફેક્ટરી ઈન્સ્પેક્ટર, સચિન PI દુર્ઘટનાની તપાસ કરશે. કલેક્ટરે આગની ઘટનાનો તપાસ રિપોર્ટ સાત દિવસમાં સોંપવાના આદેશ આપ્યા હતા. ઉધના મામલતદાર આશિષ નાયક પાસેથી ઈન્ચાર્જ ડિઝાસ્ટરનો ચાર્જ છિનવાયો હતો. નબળી કામગીરી બદલ મામલતદાર પાસેથી ચાર્જ છીનવવામાં આવ્યો છે. આગની ઘટનાની જાણ કલેક્ટરને કરવામાં આવી નહોતી. ઈલેક્શન શાખાના મામલતદાર પ્રતિક જાખડને હવે આ જવાબદારી સોંપાઇ હતી.
મૃતકોને સહાયની જાહેરાત
એથર ઈન્ડસ્ટ્રીઝના અધિકારીઓ કહ્યું હતું કે, અમારા સાત મૃત શ્રમિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. મૃતકના પરિવારજનોને વ્યક્તિ દીઠ 50 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. સાથે જ પરિવારના સભ્યોને ઈચ્છા હશે તો નોકરી પણ આપવામાં આવશે. મૃતકોના બાળકો માટે અભ્યાસની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ઈજા થવાથી કાયમી દિવ્યાંગ થયેલા અને કામ કરવામાં સક્ષમ ન રહેલા શ્રમિકોને 25 લાખ રૂપિયા તેમજ સારવારનો તમામ ખર્ચ કંપની તરફથી આપવામાં આવશે


