- બેભાન થયા બાદ 2 દિવસમાં 4 લોકોના મોત
- એક યુવક ઘરે ખુરશી પર બેઠા બેઠા બેભાન થયો
- બીજો યુવક હીરાના કારખાનામાં બેભાન થયો હતો
સુરતમાં અચાનક બેભાન થયા બાદ 2 યુવકના મોત થયા છે. જેમાં બેભાન થયા બાદ 2 દિવસમાં 4 લોકોના મોત થયા છે. એક યુવક ઘરે ખુરશી પર બેઠા બેઠા બેભાન થયો હતો. બીજો યુવક હીરાના કારખાનામાં બેભાન થયો હતો. તેમજ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે.
શહેરમાં બે યુવકોના અચાનક બેભાન થઈને મોતને ભેટ્યા
શહેરમાં બે યુવકોના અચાનક બેભાન થઈને મોતને ભેટ્યા છે. બેભાન થયા બાદ બે દિવસમાં ચારના મોત થયા છે. એક યુવક ઘરે ખુરશી પર બેઠા બેઠા બેભાન થયો હતો. તેમજ બીજો યુવક હીરા ના કારખાનામાં બેભાન થયો હતો. જેમાં તમામના પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે. તેવામાં આ ખબર ફેલાતા શહેરના યુવાનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ રહસ્યમયી મોતથી લોકો ફફડી રહ્યાં છે.
અગાઉ શહેરમાં 24 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતુ
લોકોમાં ચર્ચા છે કે હાર્ટ એટેક હોઇ શકે છે. અગાઉ શહેરમાં 24 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતુ. યુવક ઊંઘમાંથી ઉઠ્યો હતો અને અચાનક છાતીના ભાગે દુખાવો થતા યુવકને હોસ્પિટલમાં લઈ ગયા હતા. તબીબોએ 1 કલાક સુધી યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. છેલ્લાં કેટલાંક સમયથી યુવાનોને હાર્ટ એટેક આવવાના બનાવો વધી રહ્યા છે. ચાલતા ચાલતા હોય બાઈક ચાલતાવ ઊંઘમાં જ યુવકનું હાર્ટ એટેકથી મોત થઈ રહ્યા છે. ત્યારે આજે વધુ બે યુવકના મોત નીપજ્યા છે.


