- આજે ભારત અને ઈંગ્લેન્ડ મહિલા ટીમ વચ્ચે પ્રથમ T20 મેચ
- હરમનપ્રીત કૌર T20 અને ટેસ્ટ બંને સિરીઝમાં કેપ્ટનશિપ કરશે
- ત્રણેય T20 મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે
ઈંગ્લેન્ડની મહિલા ટીમ ટી20 અને ટેસ્ટ મેચની સિરીઝ માટે ભારતના પ્રવાસે આવી છે. આજે ભારત અને ઈંગ્લેન્ડ મહિલા ટીમ વચ્ચે 3 મેચની T20 સિરીઝની પ્રથમ મેચ રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. હરમનપ્રીત કૌર T20 અને ટેસ્ટ બંને સિરીઝમાં ભારતનું નેતૃત્વ કરશે. જ્યારે હિથર નાઈટ ઈંગ્લેન્ડની કેપ્ટનશીપ કરશે.
પિચ રિપોર્ટ
મુંબઈના વાનખેડે સ્ટેડિયમની પિચને ઘણીવાર ‘ફ્લેટ ટ્રેક’ કહેવામાં આવે છે અને અહીં રનચેઝ કરતી ટીમને ફાયદો થાય છે. આ મેદાન બેટ્સમેનો માટે વધુ ફાયદાકારક છે. જો કે, નવો બોલ ઝડપી બોલરોને પણ મદદ કરે છે. T20 મેચની પ્રથમ ઇનિંગમાં આ મેદાન પર સરેરાશ સ્કોર 160 રન છે. આવી સ્થિતિમાં બંને ટીમો વચ્ચે આજે એક રસપ્રદ અને હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે.
હેડ ટુ હેડ
ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 27 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. જેમાં ટીમ ઈન્ડિયાએ 7 મેચ જીતી છે અને ઈંગ્લેન્ડે 20 મેચ જીતી છે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, અમનજોત કૌર, દીપ્તિ શર્મા, કનિકા આહુજા, પૂજા વસ્ત્રાકર, શ્રેયંકા પાટિલ, રિચા ઘોષ (વિકેટકીપર), યસ્તિકા ભાટિયા.
ઇંગ્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ડેની વ્યાટ, હીથર નાઈટ (કેપ્ટન), મૈયા બોચિયર, સોફિયા ડંકલી, એલિસ કેપ્સી, ચાર્લી ડીન, ડેનિયલ ગિબ્સન, નતાલી સાયવર-બ્રન્ટ, સોફી એક્લેસ્ટોન, એમી જોન્સ (વિકેટકીપર), બેસ હીથ.


