- વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાએ શુભમન ગિલના વખાણ કર્યા
- મારા બંને મોટા રેકોર્ડ શુભમન ગિલ તોડશે: બ્રાયન લારા
- શુભમન ગિલ ODI રેન્કિંગમાં વિશ્વનો નંબર 1 બેટ્સમેન
વેસ્ટ ઈન્ડિઝના ભૂતપુર્વ દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાએ ભારતના ઓપનર શુભમન ગિલના વખાણ કર્યા છે અને તેને આ પેઢીનો સૌથી પ્રતિભાશાળી બેટર ગણાવ્યો છે.શુભમન ગિલ સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં ભારતીય ટીમનો ભાગ છે.
વનડેમાં ગિલને આરામ અપાયો
ગિલ સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ભારતની T20I અને ટેસ્ટ ટીમનો ભાગ છે. જમણા હાથના બેટરને ODI શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે છતાં તે વિશ્વમાં ODI રેન્કિંગમાં નંબર 1 છે.શુભમન ગિલે વર્લ્ડકપમાં 350 પ્લસ રન બનાવ્યા હતા.
બ્રાયન લારાએ ગિલના વખાણ કર્યા
ભૂતપુર્વ દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાએ કહ્યું કે ગિલ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો તેનો રેકોર્ડ તોડી શકે છે. ગિલે ભારત માટે 18 ટેસ્ટ મેચોમાં 32.20ની એવરેજથી બે સદી ફટકારીને 966 રન બનાવ્યા છે.”શુભમન ગિલ મારા બંને રેકોર્ડ તોડી શકે છે. ગિલ આ નવી પેઢીનો સૌથી પ્રતિભાશાળી બેટર છે. તે આવનારા વર્ષોમાં ક્રિકેટ પર રાજ કરશે. મને લાગે છે કે તે ઘણા મોટા રેકોર્ડ તોડશે. જો ગિલ કાઉન્ટી ક્રિકેટ રમે છે તો તે મારા 501*નો સ્કોર તોડી શકે છે. ટેસ્ટ ક્રિકેટમાં તે ચોક્કસપણે 400નો સ્કોર પાર કરી શકે છે,” લારાએ 24 વર્ષીય ગિલને ભવિષ્યમાં ઘણી ICC ટૂર્નામેન્ટ જીતવા માટે સમર્થન આપ્યું હતું.તેની પાસે તમામ ફોર્મેટમાં સદી છે, તેણે વનડેમાં બેવડી સદી ફટકારી છે અને આઈપીએલમાં ઘણી મેચ-વિનિંગ પણ રમી છે. મને ખાતરી છે કે તે ભવિષ્યમાં ઘણી ICC ટૂર્નામેન્ટ જીતશે
ગિલની આતરરાષ્ટ્રીય કારકિર્દી
શુભમન ગિલે વનડેમાં અત્યાર સુધી 44 વનડે રમી છે. આ દરમિયાન 61.38ની એવરેજથી 2271 રન બનાવ્યા છે.ગિલની વનડેમાં 103.46ની સ્ટ્રાઇક રેટ છે.શુભમન ગિલે 11 T20I મેચો રમી છે. જેમાં 30.40ની એવરેજ અને 146.86ની સ્ટ્રાઈક રેટથી 304 રન બનાવ્યા છે.


