- વિદ્યાર્થી બની સ્કૂલ બેગમાં દારૂ લઈ આવતા 8 ઝડપાયા
- સંતરામપુર પોલીસે દારૂ સાથે 8 શખ્સોને ઝડપ્યા
- 8 શખ્સો પાસેથી મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત
રાજ્યમાંથી ઠેર ઠેર દારૂ ઝડપાવાની ઘટના સામે આવી રહી છે. જેમાં મહીસાગરમાં ડુંગરપુરથી દાહોદ જતી એસ ટી બસ માંથી દારુ ઝડપાયો છે. આ વચ્ચે રાજ્યમાં દારૂ ઘુસાડવા માટેનો નવો જ રસ્તો શોધી કાઢવામાં આવ્યો છે. આ વચ્ચે સ્કૂલ બેગની આડમાં દારુની હેરાફેરીની ઘટના સામે આવી છે.
આ અંગેની માહિતી અનુસાર, ડુંગરપુરથી દાહોદ જતી ST બસમાંથી દારુ ઝડપાયો છે. જેમાં દારૂની હેરાફેરી કરતાં 8 ઇસમોને સંતરામપુર પોલીસે ઝડપી પડ્યા છે. સંતરામપુર પોલીસએ બાતમીના આધારે વોચ ગોઠવી ઇંગ્લિશ દારુ ઝડપી પાડ્યો છે.
નોંધનીય બાબત છેકે, સંતરામપુરના હરસિધ્ધિ મંદિર પાસે એસ ટી બસ ચેક કરતા આઠ ઇસમો ની બેગ માંથી ઇંગ્લિશ દારુ મળી આવ્યો હતો. ખાસ વાત એ રહી કે, આ તમામ ઈસ્મો વિદ્યાર્થી બની સ્કૂલ બેગમાં દારુ લઈને આવી રહ્યા હતા. જેમાં એક સાથે આઠ ઇસમો ઝડપાયા છે.
આ સાથે જ સંતરામપુર પોલીસ એ 8 ઇસમો પાસે થી મોબાઈલ સહિત દારૂનો જથ્થો ઝડપાયો છે. તેમજ તેમાં 83,280 રૂપિયા નો મુદ્દામાલ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં સતત દારૂની હેરાફેરી માટે અલગ અલગ પ્રકારના કિસ્સા સામે આવતાં રહેતા હોય છે.
અગાઉ ટેન્કરમાંથી દારૂ મળ્યો
આ અગાઉ અમદાવાદમાં આશરે 800થી વધારે દારૂની પેટીઓ ઝડપી પાડવામાં આવી હતી. જેમાં ફિલ્મ પુષ્પા સ્ટાઈલથી દારૂની હેરાફેરી કરાતી હતી. આ માટે દારૂના બુટલેગરોએ ગેસના ટેન્કરમાં ખાના બનાવી દારુ સંતાડ્યો હોવાનો મુદ્દો સામે આવ્યો છે.


