- નલિયામાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સાથે ઠંડુંગાર
- અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.1 ડિગ્રી
- રાજકોટમાં 14 ડિગ્રી , ભાવનગર 19 ડિગ્રી
રાજ્યમાં ઠંડીનું જોર ધીમે ધીમે વધી રહ્યું છે. જેમાં વિવિધ શહેરોમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે. આ વચ્ચે નલિયામાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સાથે ઠંડુંગાર બન્યું છે. જ્યારે કચ્છમાં લઘુત્તમ તાપમાન 13.02 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. તેમજ રાજકોટમાં પારો 14 ડિગ્રી સુધી પહોંચ્યો છે.
ઘણાં ભાગોમાં હજી પણ માત્ર ઠંડીની શરુઆત રાત્રિ તથા વહેલી સવારે અનુભવાઈ રહી છે. જ્યારે બાકીના દિવસ દરમિયાન રાજ્યમાં લગભગ મહત્તમ તાપમાનનો પારો 30ની આસપાસ પહોંચી રહ્યો છે. રાજ્યમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન વલસાડમાં 32 ડિગ્રી નોંધાયું હતું. આ સિવાય રાજ્યના ઘણાં ભાગોમાં મહત્તમ તાપમાનમાં 30 ડિગ્રી રહ્યું હતું.
આ તરફ ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 16.02 ડિગ્રી જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.1 ડિગ્રી સુધી નોંધાયું છે.જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 28 અને ગાંધીનગરમાં 27 ડિગ્રી રહ્યું હતું, આ તરફ મોટા શહેરોની વાત કરીએ તો વડોદરા 29, સુરતમાં 30, રાજકોટમાં 30, ભાવનગરમાં 29, ભૂજમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના અનુસાર, આગામી સાત દિવસના હવામાનમાં રાજ્યમાં ક્યાંય કમોસમી વરસાદ કે માવઠું થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી નથી. આ સિવાય રાજ્યમાં હવામાન અંગે કોઈ ચેતવણી પણ આપવામાં આવી નથી. શિયાળાનું તાપમાન પણ ખેડૂતો માટે ઘઉં સહિતના પાક માટે મહત્વનું માનવામાં આવે છે.


