- ગુજરાત જાયન્ટ્સે કાશવી ગૌતમ પર રૂ.2 કરોડની બોલી લગાવી
- કાશવી જમણા હાથની ઝડપી બોલર અને શોટ મારવામાં સક્ષમ
- ગુજરાતની ટીમ શરૂઆતથી જ કાશવીનો સમાવેશ કરવા ઉત્સુક
વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝનમાં કાશવી ગૌતમ પર 2 કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી છે. કાશવીની મૂળ કિંમત 10 લાખ રૂપિયા હતી અને તેને ગુજરાત જાયન્ટ્સે 20 ગણી વધુ કિંમતે ખરીદી છે. કાશવી પોતાના જમણા હાથથી શાનદાર ઝડપી બોલિંગ કરવા ઉપરાંત મોટા શોટ રમવામાં પણ માહિર છે. ગુજરાતની ટીમ શરૂઆતથી જ કાશવીનો સમાવેશ કરવા ઉત્સુક હતી અને તે ગુજરાત જ હતું જેણે કાશવી પર પ્રથમ બોલી લગાવી હતી.પરંતુ અંતે યુપીએ બે કરોડ રૂપિયા આપીને કાશવીને પોતાની ટીમમાં સામેલ કરી લીધી હતી. જાણો કોણ છે આ કાશવી.
કોણ છે કાશવી ગૌતમ?
કાશવી જમણા હાથની ઝડપી બોલર છે અને મોટા શોટ મારવામાં પણ સક્ષમ છે. તેણીએ 2020માં મહિલાઓની સ્થાનિક અંડર-19 સ્પર્ધામાં ચંદીગઢ માટે અરુણાચલ પ્રદેશ સામેની ODI મેચમાં હેટ્રિક સહિત 10 વિકેટ લીધી હતી. આ સાથે તેણે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. આ કારણે તે તમામ ફ્રેન્ચાઈઝીની નજરમાં બની રહી હતી. તેના ઊંચા કદના કારણે તેને પીચ પરથી સારો ઉછાળો મળે છે અને આ તેની સૌથી મોટી તાકાત છે. તે ગયા વર્ષે વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં વેચાઈ ન હતી પરંતુ તેને તેની ગતિ વધારવાની સલાહ આપવામાં આવી હતી. તેણે તેના પર કામ કર્યું અને કાશવીએ સ્થાનિક ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કર્યું હતું.
વરિષ્ઠ મહિલા T20 ટ્રોફીમાં તેણે 7 મેચમાં 4.14ની ઇકોનોમી સાથે 12 વિકેટ લીધી હતી. તે હોંગકોંગમાં ACC ઇમર્જિંગ ટુર્નામેન્ટ જીતનારી ભારતીય અંડર-23 ટીમનો ભાગ હતી. હાલમાં તે A સીરીઝ દરમિયાન બે મેચનો ભાગ હતી જેમાં તેણે ભારત A માટે 3 વિકેટ ઝડપી હતી.
ભારતીય મહિલા ક્રિકેટમાં સારા ફાસ્ટ બોલરોની અછત છે. તેથી કાશવીના શાનદાર પ્રદર્શનથી મોકો આપવામાં આવ્યો હતો. ગુજરાત સિવાય યુપી અને આરસીબીની ટીમો પણ કાશવીને ખરીદવાનો પૂરો પ્રયાસ કરી રહી હતી પરંતુ બંને ટીમો પાસે એટલા પૈસા નહોતા. આ કારણે ગુજરાતની ટીમ કાશવીનો સમાવેશ કરવામાં સફળ રહી હતી. હવે કાશવી માટે તેની કિંમત સાથે ન્યાય કરવો એ એક મોટો પડકાર હશે.


