By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: WPL સિઝન 2નું ઓક્શન, કાશવી ગૌતમને ગુજરાતે 2 કરોડમાં ટીમમાં સામેલ કરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

WPL સિઝન 2નું ઓક્શન, કાશવી ગૌતમને ગુજરાતે 2 કરોડમાં ટીમમાં સામેલ કરી

agragujaratnews
Last updated: 2023/12/12 at 9:12 AM
2 years ago
Share
WPL સિઝન 2નું ઓક્શન, કાશવી ગૌતમને ગુજરાતે 2 કરોડમાં ટીમમાં સામેલ કરી
SHARE

  • આજે WPL 2024નું મુંબઇમાં મિની ઓક્શન
  • ગુજરાત જાયન્ટ્સ પાસે પર્સમાં સૌથી વધુ 5.95 કરોડ રૂપિયા
  • મુંબઈ ઇન્ડિયન્સ પાસે પર્સમાં સૌથી ઓછા 2.10 કરોડ રૂપિયા

વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની સિઝન-2 માટેનું ઓક્શન આજે એટલે કે 9મી ડિસેમ્બરે મુંબઈમાં શરૂ થયું છે. ઓક્શન માટે 165 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં 104 ભારતીય અને 61 વિદેશી ખેલાડીઓ છે. વિદેશીઓમાં, 15 ખેલાડીઓ એસોસિયેટ રાષ્ટ્રોના (જેને ICC તરફથી ટેસ્ટ ટીમનો દરજ્જો મળ્યો નથી) પણ છે.  હાલમાં લીગની 5 ટીમમાં માત્ર 30 ખેલાડીઓની જગ્યા ખાલી છે, જેમાંથી 9 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે રિઝર્વ છે. 5 ટીમ વચ્ચે 17.65 કરોડ રૂપિયાનું પર્સ છે. 

મીની હરાજી પુરૂ

આ સાથે, વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી સમાપ્ત થઈ, ટીમોએ તેમના મનપસંદ ખેલાડીઓને ખરીદ્યા અને ઘણા નામો પણ વેચાયા વગરના રહી ગયા, હવે ટૂર્નામેન્ટમાં તમામ ટીમો વચ્ચે સ્પર્ધા થશે.

છેલ્લો રાઉન્ડ

સોફી મોલન્યૂને RCBએ રૂ. 30 લાખમાં ખરીદી તથા તરન્નુમ પઠાણને ગુજરાતે રૂ. 10 લાખમાં ખરીદી છે.

નિશુ ચૌધરી અને કોમલપ્રીત કૌર રૂ. 10 લાખ બેઝ પ્રાઇઝ સાથે અનસોલ્ડ રહી. ઉમા છેત્રી વિકેટકીપર – બેટ્સમેન, 10 લાખ રૂપિયાથી બેઝ પ્રાઇઝ સાથે અનસોલ્ડ રહી.

ગૌહર સુલતાનાની બેઝ પ્રાઈસ 30 લાખ રૂપિયા હતી, યુપી વોરિયર્સે ઓપનિંગ બિડ પર હાથ ઉંચો કરીને તેને ખરીદી.

સબીનેની મેઘનાની બેઝ પ્રાઇઝ 30 લાખમાં RCBએ રસ બતાવ્યો અને તેને ખરીદી લીધી. સિમરન બહાદુરની શરૂઆતની બોલી 30 લાખની હતી, આરસીબીએ તેને ખરીદી. વેદા કૃષ્ણમૂર્તિની મૂળ કિંમત 30 લાખ રૂપિયા છે અને બોલીમાં તેને ગુજરાતના રૂપમાં ખરીદદાર મળ્યો અને ગુજરાતે તેને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.

6 સ્લોટ બાકી

ગુજરાત જાયન્ટ્સ, યુપી વોરિયર્સ અને આરસીબી સહિત કુલ 6 ખેલાડીઓ હજુ પણ જગ્યા છે, હવે આ મીની હરાજી માટે અંતિમ સમય છે.

શુભા સતીશને RCBએ 10 લાખ રૂપિયામાં ખરીદી હતી. તે ભારતીય ઓલરાઉન્ડર છે. દિલ્હી અને મુંબઈની ટીમો પૂરી થઈ ગઈ છે. ગુજરાત, બેંગ્લોર અને યુપીને હજુ પણ ખેલાડીઓની જરૂર છે.

કીર્તના બાલકૃષ્ણનને મુંબઇ ઇન્ડિયન્સે 10 લાખ બેઝ પ્રાઇઝ સાથે ખરીદી. અનુષ્કા શર્મા અનસોલ્ડ રહી. અશ્વિની કુમારીને 10 લાખ બેઝ પ્રાઇઝ સાથે દિલ્હી કેપિટલ્સે ખરીદી. ફાતિમા જાફરને બેઝ પ્રાઇઝ 10 લાખ રૂપિયા સાથે મુંબઈ ઈન્ડિયન્સે ખરીદી છે. ભારતીય ઓલરાઉન્ડર મન્નત કશ્યપને 10 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ સાથે ગુજરાતે ખરીદી છે.

8મા સેટ સુધી 16 ખેલાડીઓ વેચાયા

ઓક્શન શરૂ થાય તે પહેલા 5 ટીમોમાં 30 ખેલાડીઓ બાકી હતા. 8મા સેટ સુધી 16 ખેલાડીઓ વેચાયા છે, જેમાંથી 6 વિદેશી અને 10 ભારતીય છે. હવે 14 વધુ ખેલાડીઓ ખરીદવામાં આવશે, જેમાંથી માત્ર 3 વિદેશી હોઈ શકે છે. મતલબ કે હવે 11 ભારતીય ખેલાડીઓ માટે મોટી બોલી લગાવવામાં આવી શકે છે.

વિદેશી ખેલાડીઓ– અન્નાબેલ સધરલેન્ડ (DC), શબનિમ ઈસ્માઈલ (MI), ફોબી લિચફિલ્ડ (GG), કેટ ક્રોસ (RCB), જ્યોર્જિયા વેરહેમ (RCB), ડેની વ્યાટ (UPW).

ભારતીય ખેલાડીઓ– કાશવી ગૌતમ (GG), વૃંદા દિનેશ (UPW), એકતા વિષ્ટ(RCB), મેઘના સિંહ (GG), ત્રિશા પૂજાતા (GG), અપર્ણા મંડલ (DC), સાયમા ઠાકુર (UPW), અમનદીપ કૌર (MI) , એસ સજના (MI), પૂનમ ખેમનાર (UPW)

સાતમાં સેટમાં અનકેપ્ડ ઓલરાઉન્ડરો પર બિડ થઇ

ભારતની કાશવી ગૌતમની મૂળ કિંમત 10 લાખ રૂપિયા હતી. કાશવીને લઈને ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે જોરદાર સ્પર્ધા હતી. તેની બોલી 2 કરોડ રૂપિયા સુધી પહોંચી હતી. આ પછી ગુજરાતે તેને 2 કરોડ રૂપિયામાં ખરીદી હતી. આ સાથે કાશવી ગૌતમ ભારતની સૌથી મોંઘી અનકેપ્ડ ખેેલાડી બની હતી. જ્યારે ભારતની ઓલરાઉન્ડર ખેલાડી સજીવન સજનાને મુંબઈ ઈન્ડિયન્સે 15 લાખ રૂપિયામાં અને અમનદીપ કૌરને 10 લાખમાં ખરીદી હતી. જ્યારે પૂનમ ખેમનારને યુપી વોરિયર્સે 10 લાખ રૂપિયામાં ખરીદી હતી. ગૌતમી નાઈક અને જી ત્રિશા અનસોલ્ડ રહી હતી.

છઠ્ઠા સેટમાં અનકેપ્ડ બેટ્સમેનો પર બિડ થઇ

ભારતની22 વર્ષની વૃંદા દિનેશ આ ઓક્શનમાં પ્રથમ ભારતીય કરોડપતિ ખેલાડી બની હતી. યુપી વોરિયર્સે તેને 1 કરોડ 30 લાખ રૂપિયામાં લીધી હતી. તેની બેઝ પ્રાઈસ માત્ર 10 લાખ રૂપિયા હતી, એટલે કે યુપીએ તેની બેઝ પ્રાઈસ કરતા 13 ગણી વધુ કિંમત ચૂકવીને તેને પોતાની ટીમમાં સામેલ કરી હતી. વૃંદાએ હજુ ભારત માટે ડેબ્યુ કર્યું નથી, તે રાઇટ હેન્ડેડ બેટર છે અને લેગ સ્પિન બોલિંગ પણ કરે છે. તેને અંડર-19 અને ડોમેસ્ટિક ક્રિકેટમાં તેના પ્રદર્શનના આધારે આટલી મોટી કિંમત મળી છે. આ સેટ પરથી ત્રિશા પૂજાતાને ગુજરાત જાયન્ટ્સે 10 લાખમાં લીધી હતી.  જ્યારે જસિયા અખ્તર, આરુષિ ગોયલ, જ્ઞાનંદ દિવ્યા અને રિદ્ધિમા અગ્રવાલ અનસોલ્ડ રહી હતી. 

પાંચમાં સેટમાં સ્પિન બોલર પર બિડ થઇ

પાંચમાં એક પણ ખેલાડીને કોઈ ટીમે લીધા નહોતા. ગૌહર સુલ્તાના અને ઈનોકા રણવીરા  અનસોલ્ડ રહ્યા હતા.

ચોથા સેટમાં ફાસ્ટ બોલર પર બિડ થઇ

દક્ષિણ આફ્રિકાની શબનિમ ઈસ્માઈલની મૂળ કિંમત 40 લાખ રૂપિયા હતી. મુંબઈ ઈન્ડિયન્સે તેને 1.20 કરોડ રૂપિયામાં ખરીદી હતી. ગુજરાત જાયન્ટ્સે પણ શબનીમ પર બોલી લગાવી હતી. પરંતુ તેઓ ખરીદી શક્યા ન હતા. જ્યારે RCBએ ઈંગ્લેન્ડની ફાસ્ટ બોલર કેટ ક્રોસને તેની બ્રેઝ પ્રાઇઝ 30 લાખમાં અને ભારતની એકતા વિષ્ટને 60 લાખમાં ટીમમાં સામેલ કરી હતી. કિમ ગાર્થ, સિમરન બહાદુર, અનસોલ્ડ રહી હતી.

ત્રીજા સેટમાં વિકેટકીપર પર બિડ થઇ

ત્રીજા એક પણ ખેલાડીને કોઈ ટીમે લીધા નહોતા. બેસ હીથ, સુષ્મા વર્મા, એમી જોન્સ, ટેમી બ્યુમોન્ટ, નુઝહત પરવીનના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ બધા ખેલાડીઓ અનસોલ્ડ રહ્યા હતા.

સેટ નંબર 2માં ઓલરાઉન્ડરો પર બિડ થઇ

સેટ-2માં 8 ઓલરાઉન્ડર ખેલાડીઓના નામ રાખવામાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર જ્યોર્જિયા વેરહેમને RCBએ 40 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કરી હતી. જ્યારે મેઘના સિંઘને ગુજરાત જાયન્ટસે 30 લાખમાં પોતાની ટીમમાં સામેલ કરી હતી. જ્યારે સબીનેની મેઘના, દેવિકા વૈદ્ય, ડિઆન્દ્રા ડોટિન, નાદીન ડી ક્લાર્ક, ડેનિયલ ગિબ્સન અને ચમારી અટાપટ્ટી અનસોલ્ડ રહ્યા હતા.

સધરલેન્ડ સૌથી મોંઘી ખેલાડી: એનાબેલ સધરલેન્ડને લઈને હરાજીમાં ઘણી ટીમો વચ્ચે ટક્કર થઈ હતી. સધરલેન્ડની મૂળ કિંમત 40 લાખ રૂપિયા હતી. ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર સધરલેન્ડને દિલ્હી કેપિટલ્સે 2 કરોડ રૂપિયામાં ખરીદી હતો. તે આ હરાજીમાં અત્યાર સુધીનો સૌથી મોંઘી ખેલાડી છે.

પ્રથમ સેટમાં બેટ્સમેનો  પર બિડ થઇ

પ્રથમ સેટમા 9 ખેલાડીઓની બિડિંગ થઇ હતી. જેમાં 9માંથી 2 ખેલાડીઓ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા બાકીના અનસોલ્ડ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાની ફોબી લિચફિલ્ડના નામથી ઓક્શનની શરૂઆત થઈ હતી. તેની બેઝ પ્રાઇસ 30 લાખ હતી. લિચફિલ્ડને ગુજરાત જાયન્ટ્સે 1 કરોડ રૂપિયામાં લીધી હતી. લિચફિલ્ડ પર ગુજરાત અને યુપી વચ્ચે હરીફાઈ હતી, ગુજરાતે 1 કરોડ રૂપિયાની છેલ્લી બોલી લગાવી હતી.

લિચફિલ્ડ સિવાય ઇંગ્લેન્ડના ડેની વ્યાટને યુપી વોરિયર્સે 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસમાં લીધી હતી. પ્રથમ સેટના બાકીના ખેલાડીઓ અનસોલ્ડ રહ્યા હતા. આ પૈકી વેદા કૃષ્ણમૂર્તિ, પૂનમ રાઉત અને મોના મેસરામ વેચાયા વગરના રહ્યા. પ્રથમ સેટમાં 9 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી હતી.

શા માટે માત્ર 30 ખેલાડીઓનો જ ટ્રેડ થશે?

ટુર્નામેન્ટની પાંચ ટીમો પાસે માત્ર 30 સ્લોટ ખાલી છે, જેમાંથી ગુજરાત જાયન્ટ્સ પાસે મહત્તમ 10 સ્લોટ છે. આ પછી, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે 7 સ્લોટ છે, ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ પાસે 5 સ્લોટ છે, યુપી વોરિયર્સ પાસે 5 સ્લોટ છે અને ગત સિઝનમાં ઉપવિજેતા રહી ચૂકેલી દિલ્હી કેપિટલ્સ પાસે 3 સ્લોટ ખાલી છે. એક ટીમમાં ઓછામાં ઓછા 15 અને વધુમાં વધુ 18 ખેલાડીઓ હોઈ શકે છે. WPL ઓક્શનમાં ટીમોની પર્સ લિમિટ પણ માત્ર 15 કરોડ રૂપિયા છે, જેનો અર્થ છે કે ટીમ ખેલાડીઓને ખરીદવા માટે 15 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરી શકે નહીં.

હરાજી માટે કુલ 165 ખેલાડી

હરાજી માટે હાજર 165 મહિલા ખેલાડીઓમાંથી 104 ભારતીય અને 61 વિદેશી ખેલાડીઓ છે. કુલ ખેલાડીઓમાં, 56 કેપ્ડ અને 109 અનકેપ્ડ ખેલાડીઓ છે. આવી સ્થિતિમાં, તે જોવાનું રસપ્રદ રહેશે કે ટીમો કયા પ્રકારના ખેલાડીઓ પર બિડ કરવા માંગે છે, કેપ્ડ અથવા અનકેપ્ડ. ઓછી પર્સ કિંમત ધરાવતી ટીમો અનકેપ્ડ ખેલાડીઓને જોવા માંગે છે કારણ કે તેઓ ઓછા પૈસામાં ખરીદી શકાય છે.

પર્સમાં સૌથી વધુ રૂપિયા કઈ ટીમ પાસે

ગુજરાત જાયન્ટ્સ પાસે સૌથી વધુ 5.95 કરોડ રૂપિયાનું પર્સ છે, જેમાં તેણે 10 ખેલાડીઓ ખરીદવાના છે. આ સિવાય યુપી વોરિયર્સ પાસે રૂ. 4 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે રૂ. 3.35 કરોડ, દિલ્હી કેપિટલ્સ રૂ. 2.25 કરોડ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ પાસે રૂ. 2.10 કરોડ છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રૈયારોડ પર કુહાડી, ધારિયાના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા
રાજકોટ

રૈયારોડ પર કુહાડી, ધારિયાના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા

Editor By Editor 6 days ago
એઇમ્સના ઇન્ટર્ન ડોક્ટરના આપઘાત પાછળ માનસિક શારીરિક ત્રાસ કારણભૂત
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?