- ધોળા દિવસે દીપડો દેખાતા સ્થાનિકોમાં ભય
- દીપડાને પાંજરે પૂરવા સ્થાનિકોની માંગ છે
- વાહન ચાલકો તથા સ્થાનિક વ્યાપારીઓમાં ફફડાટ
ઉના ભાવનગર નેશનલ હાઇવે પર દીપડો દેખાયો છે. ધોળા દિવસે દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. જેમાં દીપડાને પાંજરે પૂરવા સ્થાનિકોની માંગ છે. ગીર સોમનાથના ઉના ભાવનગર નેશનલ હાઇવે પર મોઢેશ્વરી શોરૂમ નજીક ધોળે દિવસે ખુંખાર દીપડો દેખાયો હતો.
વાહન ચાલકો તથા સ્થાનિક વ્યાપારીઓમાં ભયનો માહોલ
ધોળે દહાડે દીપડો શિકારની શોધમાં દેખાતા વાહન ચાલકો તથા સ્થાનિક વ્યાપારીઓમાં ભયનો માહોલ છે. છેલ્લા એક મહિનાથી આ ખુંખાર દીપડો આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. તેમજ અંકલેશ્વરના જૂના કાંસિયા બાદ હવે દીપડો જૂના નેશનલ હાઇવે સુધી આવી ગયો છે. ગત રાત્રિના આરએમપીએસ સ્કૂલ પાસે શેરડીના ખેતરમાં દીપડો જોવા મળ્યો હતો. વન વિભાગની તપાસમાં આ વિસ્તારમાં 3 દીપડા આંટાફેરા મારી રહયાં હોવાથી લોકોને સાવચેતીના પગલાં ભરવા તાકીદ કરવામાં આવી છે. જૂના કાંસિયા સહિતના ગામોમાં સાંજ પછી સ્વયંભુ કરફયુ જેવો માહોલ જોવા મળ્યો છે.
દીપડો વિસ્તારમાં આવે તો જાણો શું કરવું જોઈએ
– માંસાહારમાં વધેલા ખોરાકને ઘરની બહાર ન નાખવો જોઈએ
– ખુલ્લામાં કુદરતી હાજતે ન જાવું અને સંડાશનો જ ઉપયોગ કરવો.
– ખેડૂતે ખુલ્લા ખેતરમાં સૂવું નહીં
– ખેતરની અંદર ઊંચો માચડો બનાવવો અને માચડામાં સુતી વખતે નિસરણી અથવા ઉપર ચડવા માટે રાખવામાં આવેલું વસ્તુ માત્રા ઉપર લઈ લેવું જેથી દીપડો ઉપર સુધી પહોંચી ન શકે
– ઘરની આસપાસ જાળી જાખરા દૂર કરી અને ઘરની આજુબાજુનો વિસ્તાર ખુલ્લો અને ચોખ્ખો રાખવો
– ઘરની આસપાસ બાળકોને એકલા ન રમવા દેવા, બાળકો સાથે અથવા બાળકોની આજુબાજુ વ્યક્તિએ રહેવું.
– જંગલ વિસ્તારની અંદર એકલા ન જવું એક કરતાં વધારે માણસોને સમૂહની અંદર જંગલ વિસ્તારનો પ્રવાસ કરવો


