- ઉમરગામમાં સૂટ – બૂટમાં ચોર લગ્નમંડપમાં પહોંચ્યો
- કન્યાને આપવાના 23 તોલા દાગીનાની ચોરી
- પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી
રાજ્યમાં લગ્નની સિઝન શરૂ થતા તસ્કરો પણ જાણે સક્રિય બની ગયા છે. આ વચ્ચે લગ્નમાંથી 23 તોલા દાગીનાની ચોરીની ઘટના સામે આવી છે. જેમાં એક તરફ પરિવારજનો લગ્નની વિધિમાં વ્યસ્ત હતા ત્યાં સૂટબૂટમાં યુવક આવ્યો અને ઘરેણાં ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયો હતો.
આ અંગેની માહિતી અનુાસર, 10 ડિસેમ્બરના ઉમરગામના નાહુલીગામમાં લગ્ન હતા. જ્યારે વર કન્યાનાં સાત ફેરાનો પ્રારંભ કરાવ્યો હતો. જે સમયે મહારાજ દ્વારા કન્યાને મંગળસૂત્ર પહેરાવવા મંગળ સૂત્રની માંગણી કરી હતી. વર પક્ષ દ્વારા સોના નાં ઘરેણાં ભરેલી ટ્રોલી બેગ લેવા જતા બેગ જગ્યા પર નહિ મળતાં ભારે શોધખોળ કરી હતી.
આ પછી જ્યારે ઘરમાં લાગેલા સીસીટીવીના આધારે તપાસ કરવામાં આવી ત્યારે સૂટ બૂટમાં આવેલો ગઠિયો જાનૈયા અને ઘરનાં લોકોની નજર ચૂકવી સોનાનાં ઘરેણાં ભરેલી ટ્રોલી બેગ લઈને ફરાર થતો જોવા મળ્યો છે. જેમાં અંદાજિત 23 તોલા સોનાના દાગીના જેમાં કન્યા માટે મંગળસૂત્ર, સોનાનો હાર, કાનની બુટ્ટી અને હાથમાં પહેરવાના સોનાનાં કડા હતા.
ચોર બેગ પાસે જ બેસી રહ્યો હતો નાંહુલીમાં ઉદ્યોગપતિની પુત્રીનાં લગ્નમાં સાસરા પક્ષ દ્વારા કન્યા માટે પહેરવાના સોનાનાં દાગીના બેગમાં ભરી લાવ્યા હતા. જ્યારે સૌ કોઈ લગ્નની વિધિમાં મહેમાનો પણ લગ્ન માણવામાં વ્યસ્ત હતા. ત્યારે સૂટબૂટ પહેરીને આવેલો ગઠિયો રાત્રિના 11.47 કલાકે ટોલી બેગ લઈ ફરાર થઈ ગયો હતો. જે અંગેની ભીલાડ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.


