- ધારાસભ્ય ભૂપત ભાયાણી કરશે કેસરિયા
- વિસાવદર બેઠકથી ધારાસભ્ય છે ભાયાણી
- ડિસેમ્બર 2022માં પણ ભાજપમાં જોડાવાની તૈયારી થઇ હતી
એક તરફ ગુજરાતમાં ભાજપના નેતૃતવ્માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને બીજું વર્ષ બેસી રહ્યું છે. ત્યારે AAPમાં મોટો ધડાકો થઈ રહ્યો છે. જેમાં આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી પક્ષમાંથી રાજીનામું આપશે. જેની સાથે જ વિસાવદર બેઠકના ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ શકે છે.
ગુજરાત વિધાનસભામાં વિસાવદર બેઠકથી ભૂપત ભાયાણી ધારાસભ્ય છે. જેઓ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. જે પછી ડિસેમ્બર 2022માં પણ ભાજપમાં જોડાવાની તૈયારી થઇ હતી. જેના અંગે આખરે એક વર્ષ બાદ પૂર્ણ વિરામા લાગી રહ્યું છે. ભૂપત ભાયાણી ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે અને ભાજપમાં જોડાઈ શકે છે.
ગુજરાત વિધાનસભા ખંડિત થશે
ધારાસભ્ય પદેથી ભૂપત ભાયાણીના રાજીનામાથી ગુજરાત વિધાનસભા ખંડિત થશે. જેમાં વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા 181 રહેશે. તેમજ વિધાનસભા ચૂંટણીમાં AAPના 5 ઉમેદવાર ચૂંટાયા હતા. જેમાંથી ભૂપત ભાયાણીના રાજીનામા બાદ AAPના 4 ધારાસભ્ય રહેશે. જેની સાથે જ આપને મોટું નુકસાન જોવા મળી રહ્યું છે. આ તરફ વિસાવદર બેઠક પર લોકસભાની ચૂંટણી સાથે જ વિધાનસભાની ચૂંટણી થઇ શકે છે.
અગાઉ પણ ભાજપમાં જોડાવાની વાત થઈ હતી
અગાઉ ડિસેમ્બર-2022માં વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ જ વિસાવદર AAPના વિજેતા ઉમેદવાર ભૂપત ભાયાણી અંગે વાત વહેતી થઇ હતી કે તેઓ આપનો હાથ છોડીને ભાજપમાં જોડાઇ શકે છે. આ મામલે ભૂપત ભાયાણીનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓ દાવો કરી રહ્યા હતા કે, આપમાં જ રહીશ. હું કોઈપણ પાર્ટીમાં જોડાવાનો નથી. આમ આદમી પાર્ટીનો સૈનિક છું. જનતાએ મારા પર વિશ્વાસ મૂકી મને ભવ્ય જીત અપાવી છે. મેં લોકો કે પાર્ટી સાથે દ્રોહ કરવાનું સપનામાં પણ વિચાર્યું નથી.


