- ઈરાનના કાંઠા નજીક બની ઘટના
- હૂથી વિદ્રોહીઓને ઈરાનનું છે સમર્થન
- યમનના વિદ્રોહીઓ ઈઝરાયેલને પડકારે છે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જહાજમાં આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ જહાજ ઈઝરાયેલ સાથે જોડાયેલું છે. અમેરિકન સંરક્ષણ અધિકારીઓએ દાવો કર્યો હતો કે આ મિસાઇલ યમનમાં હુતી વિદ્રોહીઓએ છોડ્યું હતું. ઇઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ગાઝા પટ્ટીમાં કોમર્શિયલ જહાજોને નુકસાન પહોંચાડવાની ધમકી આપી છે
યમનના કિનારે લાલ સમુદ્રમાં એક જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે આ હુમલો ઇઝરાયેલના જહાજ પર થયો હતો. પ્રાઇવેટ ઇન્ટેલિજન્સ કંપનીઓએ મંગળવારે આ માહિતી આપી હતી. જહાજ પર આ હુમલો એવા સમયે થયો છે જ્યારે યમનના હુતી બળવાખોરોએ ઇઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ગાઝા પટ્ટીમાં કોમર્શિયલ જહાજોને નુકસાન પહોંચાડવાની ધમકી આપી છે. યુકે નેવીએ હુમલાની પુષ્ટિ કરી છે. લાલ સમુદ્રમાં યુએસ નેવીની સાથે યુકે નેવી પણ તૈનાત છે. મહત્વનું છે કે આ જો આ રેડ સી એટલે કે લાલ દરિયામાં યુદ્ધ ફેલાય તો તેની ઝાળ ભારતને પણ અડી શકે તેમ છે. અહીંથી ભારતનો ઘણો જ ક્રૂડનો પુરવઠો જહાજોમાં વહન થાય છે. જો આ વિસ્તારમાં યુદ્ધ થાય તો આ વાહનવ્યવહાર ખોરવાઈ શકે છે અને તેનાથી ક્રૂડ મોંઘુ થઈ શકે તેમ છે. જેનાથી ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોને પણ અસર પડી શકે તેમ છે.
જહાજો પર વારંવાર હુમલા કર્યા
હુતી બળવાખોરોએ હજુ સુધી હુમલાની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ બળવાખોર સૈન્ય પ્રવક્તા બ્રિગેડિયર જનરલ યાહ્યા સરીએ જણાવ્યું હતું કે આગામી કલાકોમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવશે. ઈરાન સમર્થિત હુતી બળવાખોરોએ 7 ઓક્ટોબરથી લાલ સમુદ્રમાં જહાજો પર વારંવાર હુમલા કર્યા છે. લાલ સમુદ્રમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે શરૂ થયેલી લડાઈ બાદ તણાવ ચરમસીમા પર છે.
યુએસ ડિસ્ટ્રોયરે ત્રણ ડ્રોન તોડી પાડ્યા હતા
7 ઓક્ટોબરે જ હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો, જેમાં 1,200 લોકો માર્યા ગયા હતા. હુમલા બાદ ઈઝરાયલે ગાઝામાં હમાસનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે અને ત્રણ મહિનાથી આતંકવાદી સંગઠન સાથે યુદ્ધ ચાલી રહ્યું છે. હુતી બળવાખોરોએ જહાજો પર હુમલો કર્યો હતો જેનો તેઓ આક્ષેપ કરે છે કે તેઓ ઇઝરાયેલ સાથે સીધી લિંક ધરાવે છે.


