- સારવાર દરમિયાન વધુ એક શ્રમિકનું મોત
- અત્યાર સુધી આગની ઘટનામાં 10 યુવકોના મોત
- બ્લાસ્ટના દિવસે 7ના મોત થયા હતા
સુરતમાં સચિન GIDC ની એથર ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગના મામલે વધુ એક મોતની ઘટના સામે આવી છે. જેમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. એથર ઇન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટના દિવસે 7ના મોત થયા હતા. જે પછી અત્યાર સુધીમાં બીજા 3 લોકોના મોત થયા છે.
સચિનની કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગના કારણે બ્લાસ્ટ થયો હતો. જેમાં 7 લોકો બડીને ભડ્થું થઈ ગયા હતા. જ્યારે કેટલાક કારીગરોને સામાન્યથી ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ વચ્ચે આજે વધુ એક વ્યક્તિનું મોત થતાં મૃતકોનો આંક અત્યાર સુધીમાં 10 પર પહોંચ્યો છે.
જ્યારે આ ઘટનામાં સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટની રાહ જોયા વિના એફએસએલની ટીમે કંપનીમાં લોખંડના ટેકા મારી 10 દિવસ પહેલા તમામ પ્રકારના નમૂના લીધા હતા. જેનો પ્રાથમિક રિપોર્ટ અઠવાડિયા પછી એફએસએલના અધિકારીએ પોલીસને સુપરત કર્યો છે.
આ ઉપરાંત એથર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં સ્ટોરેજ ટેન્ક લિકેજ થવાને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જેના મામલે પણ હજી કેટલાંક મુદ્દાઓ પર તપાસ ચાલી રહી છે. જેની સાથે જ એથર ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત નીપજ્યા છે.


