- જૂના ઘુંટૂ રોડ પર 4 ડિસેમ્બરે થયો હતો અકસ્માત
- મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
- મૃતક મનીષના પિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી
રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી અવર નવર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ દરમિયાન મોરબીના જુના ઘૂટું રોડ પર શાકભાજી લઈને પરત ફરી રહેલા બાળકને બાઈક ચાલકે ઠોકર મારી હતી. જે અકસ્માતમાં બાળકને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. તો અકસ્માત બાદ સ્થળ પર બાઈક મૂકી ચાલક નાસી ગયો હતો. જે બાળકનું મોત થયું છે.
આ બનાવ મામલે આખરે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટના મોરબીના જુના ઘૂટું રોડ પર સોફાઈ ગોડાઉનની ઓરડીમાં રહીને મજુરી કરતા કરશનભાઈ ડફેરએ બાઈક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે ગત સાંજના સમયે ફરિયાદી અને અન્ય મજુરો સોફાઈ ગોડાઉનમાં ટાઈલ્સ ગાડી લોડ કરતા હતા. ત્યારે દીકરો મોહન અને મનીષ બંને શાકભાજી લેવા સીમ્પોલો સિરામિક સામે મેઘા સિરામિક કારખાના તરફ જવા નીકળ્યા હતા.
આ દરમિયાન બાઈકના ચાલકે ફરિયાદીના દીકરા મનીષ વાળાને ઠોકર મારી અકસ્માત સર્જ્યો હતો. જ્યાં સ્થળ પર અકસ્માત થયેલ બાઈક પડ્યું હતું અને ફરિયાદીના દીકરા મનીષને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.
એટલું જ નહીં સારવાર દરમિયાન દીકરા મનીષનું મોત થયું હતું. અકસ્માત બાદ સ્થળ પર બાઈક મૂકી ચાલક નાસી ગયો હતો. મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ પોલીસ દ્વારા બાઈક ચાલકની શોધખોળ અને તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


