- મહિલા કર્મચારી પાસે નોકરી માટે સેક્સ સ્લેવ કોન્ટ્રાક્ટ સાઇન કરાવ્યો
- ટ્રેડશિફ્ટના ભૂતપૂર્વ સીઇઓ ક્રિશ્ચિયન લેંગ પર વર્ષો સુધી યૌન શોષણ કર્યું હોવાનો આરોપ
- કોન્ટ્રાક્ટ અનુસાર તેણી પોતાના વજનને સતત 130થી 155 પાઉન્ડની વચ્ચે રાખવા બંધાયેલી
અમેરિકાની એક ટેક કંપનીના સીઇઓ પર તેની કંપનીમાં કામ કરનારી એક મહિલા કર્મચારીને સેક્સ સ્લેવ બનાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. મહિલા કર્મચારીએ દાવો કર્યો છે કે તેને નોકરી આપવાના બદલામાં ટેક કંપનીના સીઇઓએ એક એવા કોન્ટ્રાક્ટ પર સાઇન કરાવી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે જ્યારે પણ સીઇઓને મન કરશે ત્યારે તેણી સેક્સ માટે ઇનકાર નહીં કરે. સાન ફ્રાન્સિસ્કો સ્થિત ટેક કંપની ટ્રેડશિફ્ટના ભૂતપૂર્વ સીઇઓ ક્રિશ્ચિયન લેંગ પર આ આરોપો લાગ્યા છે. હવે લેંગે જેન ડો નામની એક ભૂતપૂર્વ કર્મચારી દ્વારા દાખલ કરવામાં આવેલા કેસનો સામનો કરવો પડશે. કેસમાં આરોપ છે કે લેંગએ સેક્સ સ્લેવ તરીકે સહમતી આપવા મહિલાને કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવા મજબૂર કરી હતી અને વર્ષો સુધી તેનું યૌન શોષણ કર્યું હતું.
આ કોન્ટ્રાક્ટમાં એમ પણ લખવામાં આવ્યું હતું કે લેંગ તેને જે પણ સજા આપે તેને જરા પણ ક્રોધિત, ઉદાસ કે નિરાશ થયા વગર ભોગવવી પડશે. કોન્ટ્રાક્ટ અનુસાર તેણી પોતાના વજનને સતત 130થી 155 પાઉન્ડની વચ્ચે રાખવા બંધાયેલી હતી.
મહિલાનો દાવો છે કે તેણે આ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર એટલા માટે કર્યા હતાં કે તેણીને પોતાની નોકરી ગુમાવવાનો ભય હતો. દાવા અનુસાર તેણી પોતાની નોકરીને પ્રેમ કરતી હતી અને તે ટ્રેડશિફ્ટમાં કામ કરવાની તકને ગુમાવવા માંગતી ન હતી.
નવ પેજનો કોન્ટ્રાક્ટ સાઇન કરાવાયો હતો
જોન ડોનો દાવો છે કે તેને પોતાની કાર્યકારી સહાયક તરીકે નિયુક્તિ આપ્યાના કેટલાક મહિનાઓ બાદ નવ પેજના કોન્ટ્રાક્ટ પર સહી કરવા મજબૂર કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર આ કોન્ટ્રાક્ટમાં ફિફ્ટી શેડ ઓફ ગ્રે ફિલ્મ જેવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં જેન ડોએ લેંગ સામે ઘૂંટણીએ પડીને તેની જરૂરિયાતો અંગે પૂછવાનું રહેતું હતું.


