- રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફેક્યો પડકાર
- યુક્રેનમાં 2,44,000 રશિયન સૈનિક કરી રહ્યા છે યુદ્ધ
- કુલ 486,000 સૈનિકોએ રશિયન સૈન્ય સાથે સાઇન અપ કર્યું
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે કહ્યું હતું કે, યુક્રેનને લગતા તેમના દેશના લક્ષ્યોમાં કોઈ ફેરફાર થયો નથી અને જ્યાં સુધી તે પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી શાંતિ પ્રવર્તશે નહીં. તેમણે આ વાત વર્ષના અંતે પત્રકાર પરિષદમાં એક પ્રશ્નના જવાબમાં કહી હતી. તેમણે કહ્યું કે હાલમાં લગભગ 2,44,000 રશિયન સૈનિક યુક્રેનમાં લડી રહ્યા છે. તેમણે કહ્યું કે રશિયાને ફરી એકવાર ભૂતપૂર્વ સૈનિકોને એકત્ર કરવાની જરૂર નથી અને દરરોજ 1,500 સૈનિકોની ભરતી કરવામાં આવે છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફેક્યો પડકાર…
પુતિને જણાવ્યું હતું કે બુધવાર સાંજ સુધીમાં કુલ 486,000 સૈનિકોએ રશિયન સૈન્ય સાથે સાઇન અપ કર્યું છે.તેમણે કહ્યું કે યુક્રેનને લગતા રશિયાના લક્ષ્યોમાં નાઝીવાદને નાબૂદ કરવા, અશૈનિકીકરણ” અને દેશની તટસ્થ સ્થિતિ સ્થાપિત કરવાનો સમાવેશ થાય છે. આમાં કોઈ ફેરફાર થયો નથી. પુતિને ફેબ્રુઆરી 2022માં યુક્રેનમાં સૈનિકો મોકલ્યા ત્યારે પણ આ લક્ષ્યોની રૂપરેખા આપી હતી.
યુક્રેન અને પશ્ચિમી દેશો રશિયાના દાવાને નકાર્યા
રશિયા યુક્રેનની સરકાર પર ઉગ્રવાદી રાષ્ટ્રવાદી અને નિયો-નાઝી જૂથોથી પ્રભાવિત હોવાનો આરોપ મૂકે છે, અને તેને નાઝીવાદનો અંત તરીકે નાબૂદ કરવાની હાકલ કરે છે. જો કે યુક્રેન અને પશ્ચિમી દેશો રશિયાના આ દાવાને નકારી રહ્યા છે. પુતિન કહે છે કે યુક્રેન તટસ્થ રહેવું જોઈએ અને નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)માં જોડાવું જોઈએ નહીં. જ્યારે આપણે આ લક્ષ્યો હાંસલ કરીશું, ત્યારે શાંતિ સ્થાપિત થશે.


