- સ્વચ્છતા, સુરક્ષા અને સ્વાસ્થ્ય અંગે જાગૃતિનો સંદેશ
- સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઈ માનવ સાંકળ
- વાયા વાય જંકશનથી ખટોદરા સુધી માનવ સાંકળ રચાઇ
સુરતમાં માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્વચ્છતા, સુરક્ષા અને સ્વાસ્થ્ય અંગે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો છે. આજે 15 કી.મી.ની માનવ સાંકળ બનવાઈ છે. સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડથી માનવ સાંકળ શરૂ થઈ વાયા વાય જંકશનથી ખટોદરા સુધી પહોંચી હતી.
43 શાળા અને 22 કોલેજનાં વિદ્યાર્થીઓ જોડાયા
સ્વચ્છતા, સુરક્ષા અને સ્વાસ્થ્ય અંગે જાગૃતિના સંદેશમાં 43 શાળા અને 22 કોલેજનાં વિદ્યાર્થીઓ જોડાયા છે. તેમજ 24 હજારથી વધુ વિદ્યાર્થીઓ માનવ સાંકળમાં જોડાતા અનેરો નજારો જોવા મળ્યો છે. ટ્રાય કલર બેન્ડ બાંધી ગ્રીન સિટી, ક્લીન સિટી અને સેફ સીટીનો મેસેજ આપ્યો છે. સુરત શહેર પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા સંયુક્ત રૂપે કાર્યક્રમનું આયોજન કરાયું છે. પ્રધાનમંત્રીની આગમન પહેલા સ્વચ્છતા સહિત મેસેજ આપવાનો પ્રયાસ કરાયો છે.
15 કિમીની ‘માનવ સાંકળ’ 30 બ્લોકમાં રચવામાં આવી
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય મંત્રી મુકેશ પટેલ અને પ્રફુલ પાનસેરિયા પણ હાજર રહયા હતા. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી વાય જંક્શન અને વાય જંક્શનથી ચોસઠ જોગણી મંદિર સુધી ‘માનવ સાંકળ’ રચવામાં આવી છે. 15 કિમીની ‘માનવ સાંકળ’ 30 બ્લોકમાં રચવામાં આવી હતી.


