- MLAને તકલીફ ના પડે એવા સૂચન સાથે રિમાન્ડ મંજૂર
- વનકર્મીઓ પર હુમલાના કેસમાં નોંધાયો હતો ગુનો
- ગઈકાલે ચૈતર વસાવાએ કર્યુ હતું પોલીસ સમક્ષ સરેન્ડર
AAPના ધારાસભ્ય ચૈતર વસાવાના રિમાન્ડ મંજૂર થયા છે. જેમાં ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. MLAને તકલીફ ના પડે એવા સૂચન સાથે રિમાન્ડ મંજૂર થયા છે. વનકર્મીઓ પર હુમલાના કેસમાં ગુનો નોંધાયો હતો.
ગઈકાલે ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યુ હતું
ગઈકાલે ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યુ હતું. છેલ્લા એક મહિનાથી ચૈતર વસાવા ફરાર હતા. ચૈતર વસાવા સહિત 9 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. ધારાસભ્ય ચૈતર વસાવાનાં દેડીયાપાડા કોર્ટમાં સુનાવણી દરમિયાન 18/12/23 તારીખના 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. તપાસ માટે દેડીયાપાડા પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. આપના રાષ્ટ્રીય મહામંત્રી ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવાની તરફેણમાં વકીલ તરીકે દલીલ કરી હતી.
પોલીસ ફરિયાદને નકારી રિમાન્ડ માંગવાના મુદ્દાને પડકાર્યા
પોલીસ ફરિયાદને નકારી રિમાન્ડ માંગવાના મુદ્દાને પડકાર્યા હતા. તેમજ સરકારી વકીલ મુકેશ ચૌહાણે સરકાર તરફેણમાં દલીલ કરી હતી. તથા દેડીયાપાડા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ધારાસભ્યને કોઈ પણ તકલીફના પડે એવા સૂચન સાથે નામદાર કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે.


