- સંસદ સ્મોક એટેકના માસ્ટરમાઇન્ડ લલિત ઝાએ કાલે કર્યું હતું સરેન્ડર
- આજે પટિયાલા હાઉસ કોર્ટમાં લલિત ઝાને રજૂ કરવામાં આવ્યો
- તમામ હુમલાખોરો પર લગાવવામાં આવ્યો છે આતંકવાદનો આરોપ
સંસદમાં સ્મોક સ્પ્રે દ્વારા હુમલો કરનાર ચારેય આરોપીઓને ગઇકાલે 7 દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારે ગઇકાલે મોડી રાત્રે આત્મસમર્પણ કરનાર સમગ્ર પ્રકરણનો મુખ્ય સૂત્રધાર લલિત ઝાને પણ આજે પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે લલિતના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
સંસદમાં સુરક્ષામાં ચૂક મામલે માસ્ટરમાઇન્ડ ગણાતો લલિત ઝા છેલ્લા બે દિવસથી ફરાર હતો. જેની આજે દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે. હવે સમગ્ર પ્રકરણમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. દિલ્હી પોલિસે આજે મોડી સાંજે લલિત ઝાની દિલ્હીથી ધરપકર કરી છે.
દિલ્હી પોલીસ સમક્ષ કર્યું આત્મસમર્પણ
મળતી માહિતી મુજબ, બે દિવસથી ફરાર લલિતે દિલ્હી પોલીસના કર્તવ્ય પથ પોલીસ સ્ટેશનમાં આવીને આત્મસમર્પણ કર્યું હતું. આ વાતની જાણકારી દિલ્હી પોલીસે આપી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે દિલ્હી પોલીસ આરોપી લલિતની પૂછપરછ કરી રહી છે. લલિતના આત્મ સમર્પણ બાદ સમગ્ર પ્રકરણમાં હવે કુલ 6 આરોપીઓ પોલીસની પકડમાં આવી રહ્યા છે. હવે , આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતા છે.
મહત્વનું છે ગઇકાલે, પોલીસે 4 આરોપીઓના 15 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. બાદમાં પટિયાલા હાઉસ કોર્ટે તેમના 7 દિવસના રિમાન્ડ મંજૂરી કર્યા છે. સાથે જ કહ્યું છે કે જરૂર પડશે તો રિમાન્ડ વધારવામાં આવશે. ફરિયાદ પક્ષે ધરપકડ કરાયેલા ચાર શખ્સો પર આતંકવાદનો આરોપ લગાવ્યો છે. કહેવાય છે કે ચારેયએ ડર ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો.
જણાવી દઈએ કે, અત્યાર સુધી સમગ્ર ઘટનાનો માસ્ટર માઇન્ડ લલિત ઝા પોલીસની પકડમાંથી બહાર છે. પોલીસે ચારેય આરોપીઓના ફોન પણ રિકવર કરવાના છે. લોકસભાની અંદર અને સંસદની બહાર ફેંકવામાં આવેલા સ્પ્રે ક્યાંથી ખરીદવામાં આવ્યા હતા તે અંગેની માહિતી પોલીસને હજુ એકત્ર કરવાની બાકી છે.
લોકસભામાં ઘૂસી આવ્યા હતા બે આરોપીઓ
ગઇકાલે બુધવારે 2001માં સંસદ પર થયેલા હુમલાની 22મી વર્ષગાંઠ હતી. આ જ દિવસે લોકસભાની પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા બે લોકો લોકસભાની ચેમ્બરમાં કૂદી પડ્યા. તેઓએ ત્યાં સ્પ્રે દ્વારા ધુમાડો ઉડાડ્યો હતો. બાદમાં આ બંનેને સાંસદોએ જાતે જ પકડી પાડયા હતા. પરંતુ, જ્યારે તેઓ લોકસભા ચેમ્બરમાં સાંસદોની નજીક આવ્યા ત્યારે ભયનો માહોલ સર્જાયો હતો. શું થયું તે સાંસદ સમજી શક્યા નહીં. બધાને ડર હતો કે આ લોકો પાસે કોઈ બોમ્બ કે કોઈ પ્રકારનો ખતરનાક પદાર્થ તો નહિ હોય ને.


