- અલગતાવાદી જૂથે પોલીસ સ્ટેશનને બનાવ્યું નિશાન
- હુમલામાં 11 પોલીસ જવાનો શહીદ, અન્ય ઘણા લોકો ઘાયલ
- પોલીસે ગોળીબાર કર્યો અને ઘણા હુમલાખોરો ઠાર
ક્ષિણ-પૂર્વ ઈરાનમાં એક પોલીસ સ્ટેશન પર ઘાતક હુમલો કરવામાં આવ્યો છે, જેમાં 11 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. અધિકારીએ કહ્યું કે જવાબી કાર્યવાહીમાં પોલીસે ગોળીબાર કર્યો અને ઘણા હુમલાખોરોને ઠાર કર્યા છે.
સમગ્ર ઘટનાને લઇ સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતના ડેપ્યુટી ગવર્નર અલી રેઝા મરહેમતીએ જણાવ્યું હતું કે તેહરાનથી લગભગ 1,400 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં આવેલા રસ્ક શહેરમાં સવારે 2 વાગ્યાની આસપાસ થયેલા હુમલામાં એક વરિષ્ઠ પોલીસ અધિકારી અને અન્ય ઘણા સૈનિકો માર્યા ગયા હતા. અધિકારીએ કહ્યું કે જવાબી કાર્યવાહીમાં પોલીસે ગોળીબાર કર્યો અને ઘણા હુમલાખોરોને ઠાર માર્યા. આ હુમલા માટે અલગતાવાદી જૂથ જૈશ-અલ-અદલને જવાબદાર ઠેરવ્યું હતું.
2019માં જયેશ અલ-અદલે બસ પર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટની જવાબદારી લીધી હતી જેમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ દળોના 27 સભ્યો માર્યા ગયા હતા. તાજેતરના મહિનાઓમાં, સુન્ની બહુમતીવાળા પ્રદેશમાં આતંકવાદીઓ અને નાના અલગતાવાદી જૂથોએ ઘણા પોલીસ સ્ટેશનો પર હુમલો કર્યો છે જેને તેઓ સરકાર સામે બળવો કર્યો હતો


