- રાહુલ દ્રવિડના બદલે સિતાંશુ કોટક કોચની જવાબદારી સંભાળશે
- પૂર્વ વિકેટકીપર અજય રાત્રા ટીમના ફિલ્ડિંગ કોચ રહેશે
- રાજીવ દત્ત બોલિંગ કોચની જવાબદારી સંભાળશે
ભારતીય ક્રિકેટ ટીમ આ સમયે સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. ટીમ ઈન્ડિયાએ આ પ્રવાસની શરૂઆત ટી20 સીરિઝથી કરી છે અને હવે રવિવારથી શરૂ થઈ રહેલી વનડે સીરિઝ પર સૌની નજર છે. આ સીરિઝ પહેલા બીસીસીઆઈએ મોટો નિર્ણય લીધો છે. બીસીસીઆઈના આ નિર્ણયથી સૌને હેરાની છે. વનડે સીરિઝ પહેલા ટીમના કોચિંગ સ્ટાફને બદલી દેવામાં આવ્યો છે. ટી20 સીરિઝ પહેલા વનડે સીરિઝ માટે નવા કોચિંગ સ્ટાફને પસંદ કરાયો છે. તેનો મતબલ સ્પષ્ટ છે કે રાહુલ વનડેમાં ટીમના કોચ નહીં રહે. જો કે હાલમાં જ રાહુલના કાર્યકાળને વધારવામાં આવ્યો હતો પણ તે વનડે વર્લ્ડ કપ સુધીનો હતો પણ બીસીસીઆઈએ તેમના કાર્યકાળમાં વિસ્તાર કર્યો હતો. હાલમાં રમાયેલી ટી20 સીરિઝમાં રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના કોચ હતા, વનડે સીરિઝમાં તે નહીં રહે. ટેસ્ટ રીરિઝમાં તે પરત આવશે.
આ કારણે લેવાયો નિર્ણય
ક્રિકબઝે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે રાહુલ દ્રવિડ સંપૂર્ણ રીતે ટેસ્ટ સિરીઝ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, તેથી જ તેણે ODI સિરીઝથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે અને BCCIએ પણ તેની વાત માની લીધી છે. તેમના સ્થાને સિતાંશુ કોટક કોચની જવાબદારી સંભાળશે. ભૂતપૂર્વ વિકેટકીપર અજય રાત્રા ટીમના ફિલ્ડિંગ કોચ હશે. બોલિંગ કોચની જવાબદારી રાજીબ દત્ત સંભાળશે.17 ડિસેમ્બરે જોહાનિસબર્ગમાં પ્રથમ વનડે રમાવાની છે. બીજી વનડે 19 ડિસેમ્બરે પોર્ટ એલિઝાબેથમાં રમાશે. ત્રીજી અને છેલ્લી વનડે 21 ડિસેમ્બરે પાર્લમાં રમાશે. આ પછી દ્રવિડ પરત ફરશે અને 26 ડિસેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ મેચની જવાબદારી સંભાળશે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દ્રવિડ ત્રણ દિવસીય વોર્મ-અપ મેચની તૈયારી પણ કરશે.
રિપોર્ટ અનુસાર, દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતવા પર ખૂબ ફોકસ રાખી રહ્યા છે. તે આ માટે કોઈ કસર છોડવા માંગતો નથી. આ કારણથી દ્રવિડનું ધ્યાન સંપૂર્ણ રીતે આ સિરીઝ પર છે જેથી તે જીતી શકે. ભારત છેલ્લી બે ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ફાઇનલમાં પ્રવેશ્યું હતું પરંતુ ટાઇટલ જીત્યું ન હતું. આ વખતે એવું લાગે છે કે ટીમ પહેલા કરતા વધુ ગંભીર છે.


