- 9 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે
- કંડલા 14 ડિગ્રી, ભુજ 15 ડિગ્રી, ગાંધીનગર 11 ડિગ્રી
- અમદાવાદ અને ડિસામાં 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન
ગુજરાતમાં 24 કલાકમાં 6 ડિગ્રી તાપમાનનો પારો ગગડ્યો છે. જેમાં 9 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે છે. તથા સૌથી નીચુ તાપમાન નલિયાનું 11 ડિગ્રી પહોંચ્યું છે. કંડલા 14 ડિગ્રી, ભુજ 15 ડિગ્રી, ગાંધીનગર 11 ડિગ્રી સાથે અમદાવાદ અને ડિસામાં 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે.
રાજકોટમાં 13 ડિગ્રી અને અમરેલીમાં 15 ડિગ્રી તાપમાન
રાજકોટમાં 13 ડિગ્રી અને અમરેલીમાં 15 ડિગ્રી તથા કેશોદ અને વડોદરામાં 15 ડિગ્રી, મહુવામાં 16 ડિગ્રી તાપમાન રહ્યું છે. રાજ્યના 9 શહેરમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું છે. તેમાં સૌથી ઓછુ 11 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયુ છે. પાટનગર ગાંધીનગરમાં 16.6 ડિગ્રી તાપમાન છે. અમદાવાદ શહેરમા શિયાળાનો પ્રારંભ થયા બાદ પ્રથમવાર લઘુતમ તાપમાનનો પારો ગગડીને 13.3 ડિગ્રી નોંધાયો છે. આમ શહેરમાં માત્ર 24 કલાકમાં જ લઘુતમ તાપમાન 6 ડિગ્રી ગગડતાં ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યનાં કુલ 9 શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો ઘટીને 15 ડિગ્રીથી નીચે નોંધાયો છે.
આગામી દિવસોમાં ગાત્રો થીજવતી ઠંડીનો વર્તારો
હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરાયેલી વિગત મુજબ, અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોધાયુ હતુ જે ઘટીને 13.3 ડિગ્રી નોંધાયુ છે. આ સિવાય પાટનગર ગાંધીનગરમાં 16.6 ડિગ્રી નોંધાયુ હતુ જે ઘટીને 11.5 ડિગ્રી નોંધાયુ છે. ડીસામાં 15.4 ડિગ્રી નોંધાયુ હતુ જે ઘટીને 12.6 ડિગ્રી નોંધાયુ છે. નલિયામાં 14.3 ડિગ્રી નોંધાયુ હતુ જે ઘટીને 11 ડિગ્રી થઈ ગયું છે. આમ રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો ગગડતા હવે ઠંડીનો ચમકારો વધ્યો છે. જોકે આગામી દિવસોમાં ગાત્રો થીજવતી ઠંડીનો વર્તારો થશે.


