- IPL 2024ની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે
- મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને કેપ્ટનશિપ સોંપી
- રોહિતને કેપ્ટન પદેથી હટાવ્યા બાદ મુંબઈના ફોલોવર્સ ઘટ્યા
IPL 2024ની હરાજીમાં હવે માત્ર એક દિવસ જ બાકી છે. હરાજી પહેલા તમામ ટીમો પોતાની રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પણ આગામી હરાજી માટે સખત મહેનત કરી રહી છે. હરાજી પહેલા ફ્રેન્ચાઇઝીએ ભવિષ્યને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. ફ્રેન્ચાઇઝીએ રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને ટીમનો નવો કેપ્ટન બનાવ્યો છે. રોહિતને કેપ્ટન પદ પરથી હટાવ્યા બાદ ફેન્સ ફ્રેન્ચાઈઝીથી ખૂબ જ નાખુશ છે. તેની અસર સોશિયલ મીડિયા પર જોવા મળી શકે છે. એટલું જ નહીં ટીમના પ્રશંસકોની સંખ્યામાં પણ ઝડપી ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગાવસ્કરની પ્રતિક્રિયા
લોકો મુંબઈની ટીમ અને રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા વિશે સતત તેમના મંતવ્યો શેર કરી રહ્યા છે. આ અંગે ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કર અને ઈરફાન પઠાણે પણ તેમના વિચારો વ્યક્ત કર્યા છે. મુંબઈની કેપ્ટનશિપના વિવાદ વિશે વાત કરતાં ગાવસ્કર કહ્યું, તેમણે જે નિર્ણય લીધો છે તે ટીમના ફાયદા માટે છે. છેલ્લા બે વર્ષમાં કેપ્ટન તરીકે રોહિતના પ્રદર્શનમાં ઘટાડો થયો છે. આપણે બધા જાણીએ છીએ કે છેલ્લી કેટલીક સીઝનમાં, રોહિત લીગમાં રન બનાવવા માટે સતત સંઘર્ષ કરી રહ્યો હતો. ગાવસ્કર એમ પણ કહે છે કે છેલ્લા બે વર્ષમાં રોહિત ટીમ માટે ઘણું યોગદાન આપતો હતો, પરંતુ હવે તે ઉત્સાહ તેનામાં દેખાતો નથી. કદાચ તે સતત રમવાથી થાકી ગયો હોય. ગાવસ્કરનું માનવું છે કે ફ્રેન્ચાઈઝી દ્વારા લેવાયેલો નિર્ણય યોગ્ય છે. કારણ કે હાર્દિક કેપ્ટન તરીકે યુવાન છે અને તેણે પરિણામ પણ આપ્યું છે. તે ગુજરાતને બે વખત ફાઇનલમાં લઈ ગયો છે. આમાંથી તેણે એક વખત જીત પણ મેળવી છે.
ઈરફાન પઠાણની પ્રતિક્રિયા
ભારતીય દિગ્ગજ ઈરફાન પઠાણના મતે પંડ્યાને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે ટીમમાં નવી વિચારસરણી લાવી શકે છે. મારા મતે ફ્રેન્ચાઈઝી દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી ટીમને કોઈ નુકસાન નહીં થાય, પરંતુ ફાયદો ચોક્કસ થશે. પઠાણે કહ્યું કે ધોની ચેન્નઈની ટીમમાં જેટલો દબદબો ધરાવે છે. MI માં રોહિત શર્માનું પણ એવું જ છે. તેણે ઘણી મહેનત કરીને આ ટીમ બનાવી છે. તે ખૂબ જ શાનદાર કેપ્ટન છે અને મેદાનમાં હંમેશા શાંત રહે છે. પઠાણના કહેવા પ્રમાણે, પંડ્યા માટે કેપ્ટન તરીકે ટીમને ચલાવવી ખૂબ જ મુશ્કેલ બની જશે. ટીમમાં પહેલાથી જ સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહ જેવા ખેલાડીઓ છે અને તેમની પાસે કેપ્ટનશિપનો અનુભવ પણ છે. પઠાણના મતે રોહિત પણ ટીમમાં હશે. આવી સ્થિતિમાં, પંડ્યા માટે કેપ્ટન તરીકે આ મહાન ખેલાડીઓ સાથે ચાલવું ખૂબ જ પડકારજનક હશે. મેચ દરમિયાન તે ટીમને કેવી રીતે ચલાવે છે તે ખૂબ જ રસપ્રદ રહેશે.


