- ચિરાગ પટેલ સત્તાવાર રીતે ભાજપમાં જોડાય તેવી ચર્ચા
- 2022માં ખંભાતથી 3711 મતથી જીત્યા હતા
- ચિરાગ પટેલ ચરોતરનો અગ્રણી પાટીદાર ચહેરો છે
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે. ગુજરાત કોંગ્રેસને એક ઝટકો લાગ્યો છે. ગુજરાત કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું છે. ચર્ચા થઇ રહી છે કે તેઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઇ શકે છે.
ચિરાગ પટેલ કોણ છે?
ચર્ચા એવી પણ છે કે, ગુજરાત કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. ચિરાગ અરવિંદ પટેલ વ્યવસાયે કોન્ટ્રાક્ટર છે. 43 વર્ષના ચિરાગ પટેલ 10મું પાસ છે. ચિરાગ પટેલ 2022માં ખંભાતથી 3711 મતથી જીત્યા હતા અને સામે ભાજપના મયુર રાવલને માત આપી હતી. ચિરાગ પટેલ વાસણાના સરપંચ પદે પણ હતા. હજુ તો ચૂંટણીને માંડ એક વર્ષ પૂર્ણ થયુ છે, ત્યાં કોંગ્રેસના આ ધારાસભ્યએ પદ પરથી રાજીનામું આપી દીધું છે. ચિરાગ પટેલ એક યુવા ચહેરો છે. તેઓ વાસણાના પૂર્વ સરપંચ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ ચરોતરનો અગ્રણી પાટીદાર ચહેરો છે. તેઓ સહકારી ક્ષેત્રમાં પણ પ્રભુત્વ ધરાવે છે. આ સાથે તેઓ કોંગ્રેસના જૂના કાર્યકર ગણાય છે. ચિરાગ અરવિંદ પટેલ વ્યવસાયે કોન્ટ્રાક્ટર છે. 43 વર્ષના ચિરાગ પટેલ 10મું પાસ છે.
2022માં જીત્યા હતા ખંભાતથી
2022માં ખંભાતથી 3711 મતથી જીત્યા હતા અને સામે ભાજપના મયુર રાવલને માત આપી હતી. ચિરાગ પટેલ વાસણાના સરપંચ પદે હતા. તેઓ સહકારી ક્ષેત્રમાં પણ પ્રભુત્વ ધરાવે છે. આ સાથે તેઓ કોંગ્રેસના જુના કાર્યકર ગણાય છે.


